Auto Expo Event: 13 જાન્યુઆરીથી શરૂ થયેલા ગ્રેટર નોઇડા ઓટો એક્સ્પૉ ઇવેન્ટનો આજે છેલ્લો દિવસ છે, અને નિયમો અનુસાર, આજે સાંજે 6 વાગ્યા બાદ સામાન્ય લોકોને ઓટો એક્સ્પૉમાં પ્રવેશ નહીં મળે. આ વખતે ઓટો એક્સ્પૉમાં ડીઝલ પેટ્રૉલથી ચાલનારી ગાડીઓથી ક્યાંય વધુ ઇલેક્ટ્રિક ગાડીઓ જોવા મળી. વળી, આ વખતે ઓટો એક્સ્પૉમા લોકોની ભારે ભીડ પણ જોવા મળી. આ ઇવેન્ટમાં આવનારા લોકો ગાડીઓને જોઇને ખુબ ખુશ થયા. આધુનિક મૉડલ વાળી ગાડીઓ પર લોકોનો વધુ ક્રેઝ જોવા મળી રહ્યો છે.
રાજધાની સહિત આખા દેશમાં વધતુ પ્રદુષણ સંકટ એક ગંભીર ભવિષ્ય છે, આને ધ્યાનમાં રાખતાં કંપનીઓએ આ ઓટો એક્સ્પૉમાં મોટાભાગની ઇલેક્ટ્રિક કારોને રાખી હતી. ઇલેક્ટ્રિક કાર આની તુલનામાં ઓછા વલણ જોવા મળ્યા. આ ઓટો એક્સ્પૉમાં હાજર 60% થી વધુ ઇલેક્ટ્રિક ગાડીઓના પ્રત્યે લોકો ખાસ ઉત્સાહિત દેખાયા. વળી કંપનીઓએ પણ આ વાતનું વિશેષ ધ્યાન રાખ્યું હતુ, બદલતા સમયમાં હવે ગ્રાહો બેસ્ટ મૉડલની સાથે સાથે ઇલેક્ટ્રિક ગાડીઓને વધુ પસંદ કરી રહ્યાં છે. આ કારણે આ વખતે ઓટો એક્સ્પૉમાં વધુમાં વધુ ઇલેક્ટ્રિક કારોના આધુનિક મૉડલો જોવા મળ્યા. આ ઓટો એક્સ્પૉમાં માત્રને માત્ર દિલ્હી-એનસીઆરમાંથી નહીં બીજા રાજ્યોમાંથી પણ લોકો જોવા મળ્યો હતો.
આજે વધારે ભીડ થશે -
આજે ઓટો એક્સ્પૉનો છેલ્લો દિવસ છે અને અંતિમ દિવસ વધુ ભીડ જોવા મળી શકે છે.આજના દિવસની ટિકીટની કિંમત 350 રૂપિયા રાખવામાં આવી છે. આને ધ્યાનમાં રાખતા આયોજકો દ્વારા વ્યવસ્થાઓને વધુ સારી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.ઓટો એક્સ્પૉનો છેલ્લો દિવસ છે જેથી દુર દુરથી લોકો આવવાની સંભાવનાઓ છે, આ ઇવેન્ટને ખાસ કરીને ગાડી પ્રત્યે ક્રેઝ રાખનારા યુવાનોને ખુબ પ્રભાવિત કર્યા છે.
Auto Expo 2023: જાણો ઓટો એક્સ્પૉ 2023 ના કયા હૉલમાં જોવા મળશે કઇ કંપનીની કાર
જો તમે આ ઓટો એક્સ્પૉ વિશે જાણવા માંગતા હોય તો અમે અહીં તમને બાતવી રહ્યાં છીએ કે, આ શૉમાં કયા હૉલમાં કઇ કંપનીની કારો અવેલેબલ રહેશે. આ જાણીને તમને પોતાની મનપસંદ કાર સુધી પહોંચવામાં સુવિધા મળશે.
હ્યૂન્ડાઇ મૉટર આ મૉટર શૉમાં એક્સ્પૉ સેન્ટરના હૉલ નંબર 3માં અવેલેબલ રહેશે.
બીનેલી-કીવે, અલ્ટ્રાવાયૉલેટ અને વૉર્ડ વિઝાર્ડ ઇનૉવેશન્સ એન્ડ મૉલિલિટી જેવી ટુવ્હિલર નિર્માતા કંપનીઓ તમને હૉલ નંબર 4માં જોવા મળશે.
બીવાઇડી અને મેટાએ પોતાના માટે હૉલ નંબર 5ને રિઝર્વ કરાવ્યુ છે.
ટૉક મૉટરના વાહનો તમને હૉલ નંબર 6માં જોવા મળશે.
કિયા મૉટર્સ હૉલ નંબર 7માં તમને વાહનોની સાથે અવેલેબલ થશે.
મૉટોવૉલ્ટ મોબિલિટી, મેટર મૉટરવર્ક્સ, ગોદાવરી ઇલેક્ટ્રિક મોબિલિટી અને એમટીએ ઇ-મોબિલિટીના વાહનો તમને હૉલ નંબર 8માં જોવા મળશે.
મારુતિ સુઝુકી પોતાની નવી કારોની સાથે હૉલ નંબર 9માં અવેલેબલ થશે.
ટૉયોટા અને લેક્સસે પોતાના માટે હૉલ નંબર 10 ને બુક કરાવ્યુ છે.
ગ્રીવ્ઝ કૉટન, ઓમેગા શૈકી, હક્સલ મૉટર્સ, જ્યૂપિટર ઇલેક્ટ્રિક મોબિલિટી અને વીઆઇસીવીના વાહનો તમને હૉલ નંબર 11માં જોવા મળશે.
જેબીએમ, એશકો લીલેન્ડ, અતુલ ઓટો, સન મોબિલિટી અને એસએમએલ-ઇસુજુ પોતાના વાહનોની સાથે હૉલ નંબર 12માં અવેલેબલ રહેશે.
ટાટા મૉટર્સ પોતાની કારોની સાથે હૉલ નંબર 14માં દેખાશે.
એમજી મૉટર્સ ઇન્ડિયા અને કમિન્સ આ શૉમાં હૉલ નંબર 15માં જોવા મળશે.
13-18 જાન્યુઆરીની વચ્ચે યોજાશે આ ઓટો એક્સ્પૉ -
આ વખતે ઓટો એક્સ્પૉનું ભારતમાં 2020 બાદ આયોજન કરવામાં આવી રહ્યું છે. ગયા વર્ષે કોરોનાના કારણે 2022 માં આ દ્વિવાર્ષિક મૉટર શૉનું આયોજન ન હતુ થઇ શક્યુ. 2023 માં આ શૉનું આયોજન 11 જાન્યુઆરીથી 18 જાન્યુઆરીની વચ્ચે થવાનું છે. 11 અને 12 ને આ શૉ મીડિયા અને બિઝનેસ ક્લાસ માટે રિઝર્વ રહેશે. અન્ય દિવસોમાં સામાન્ય લોકો ઓટો એક્સ્પૉ 2023માં જઇ શકે છે.
Car loan Information:
Calculate Car Loan EMI