Top 3 CNG Cars: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારાને કારણે લોકો હવે CNG વાહનો તરફ વળ્યા છે. CNG કારની કિંમત ભલે પેટ્રોલ-ડીઝલ કાર કરતા થોડી વધારે હોય પરંતુ માઈલેજના મામલે આ કાર ઘણી સારી છે. અહીં અમે તમને મારુતિ સુઝુકીની ટોપ 3 સૌથી સસ્તી CNG કાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેની કિંમત 8 લાખ રૂપિયાથી ઓછી છે.


મારુતિ સુઝુકી અલ્ટો K10 CNG


મારુતિ સુઝુકી અલ્ટો K10 CNG નંબર વન પર છે. તે ભારતની લોકપ્રિય એન્ટ્રી લેવલ હેચબેકમાંની એક છે. તેના CNG વેરિઅન્ટની કિંમત 5.96 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) છે. Alto K10 સીએનજી 33.85 કિલોમીટર પ્રતિ કિલો સુધીની માઈલેજ આપે છે. તેનું વેરિઅન્ટ મારુતિ અલ્ટો K10 LXi (O) S-CNG છે.


મારુતિ સુઝુકી વેગનઆર સીએનજી


આ યાદીમાં મારુતિ સુઝુકી વેગનઆર CNG બીજા સ્થાને છે. આ કારમાં 1-લિટરનું એન્જિન છે, જે મહત્તમ 57bhpનો પાવર અને 89Nmનો ટોર્ક જનરેટ કરે છે. તેમાં 5-સ્પીડ મેન્યુઅલ અને 5-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સનો વિકલ્પ છે. તેની માઈલેજ 32.52 કિમી/કિલોથી શરૂ થઈને 34.05 કિમી/કિલો સુધી છે. WagonR CNG બે વેરિઅન્ટ LXI ( 6.42 લાખ રૂપિયા) અને VXI ( 7.23 લાખ રૂપિયા).માં આવે છે.


મારુતિ સુઝુકી સેલેરિયો CNG


ત્રીજા નંબર પર મારુતિ સુઝુકી સેલેરિયો CNG છે. આ CNG કારમાં સૌથી વધુ માઈલેજ ધરાવતી કાર છે, જે 34.43 km/kg ની માઈલેજ આપે છે. તેની એક્સ-શોરૂમ કિંમત 6.69 લાખ રૂપિયા છે. મોટરસાઇકલ ચલાવવાના ખર્ચ કરતાં તેની રનિંગ કોસ્ટ ઓછી છે તેથી જેઓ તેમના ઇંધણનો ખર્ચ ઘટાડવા માગે છે તેમના માટે આ એક શ્રેષ્ઠ વિકલ્પ છે.


આ ત્રણેય CNG કાર ઉત્તમ માઈલેજ સાથે પોસાય તેવા ભાવે ઉપલબ્ધ છે. જો તમે નવી CNG કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આમાંથી કોઈપણ કાર તમારા બજેટમાં ફિટ થઈ શકે છે. સીએનજી કાર તમારી મુસાફરીને સસ્તી બનાવશે અને સાથે સાથે પર્યાવરણ માટે પણ સારી છે.                                                 


હવે આવી રહી છે Royal Enfield Classic 650 બાઇક, કિંમતથી લઇ ડિલીવરી સુધીની ડિટેલ્સ જાણો અહીં...


Car loan Information:

Calculate Car Loan EMI