Toyota Compact HyRyder: ટોયોટા અનુસાર  તેના C-HR વ્હીકલનો મતલબ  કોમ્પેક્ટ હાઇ રાઇડર અથવા ક્રોસ હેચ રન છે. આ કાર યુરોપ અને યુનાઇટેડ સ્ટેટ્સ સહિત અનેક બજારોમાં વેચાય છે. હવે આનું નવું વર્ઝન માર્કેટમાં આવવાનું છે જે હાલમાં જ ટેસ્ટિંગ દરમિયાન જોવા મળ્યું છે. 2024 Toyota C-HR ઉત્પાદન માટે તૈયાર છે. તસવીરોમાં તે તેના કોન્સેપ્ટ મોડલથી થોડી અલગ દેખાય છે. તેમ છતાં ઘણી સમાનતા છે.


જર્મનીમાં સ્પોટ થઈ 


ટોયોટા કદાચ યુ.એસ.માં નવું મોડલ લોન્ચ નહીં કરે કારણ કે આઉટગોઇંગ મોડલ ત્યાં સારું પ્રદર્શન કરી શક્યું નથી. 2024 Toyota C-HR ને તાજેતરમાં જર્મનીના નુરબર્ગિંગ ખાતે ટેસ્ટિંગમાં જોવા મળી હતી.  આ વાહનને દક્ષિણ ફ્રાન્સમાં ટોયોટાના યુરોપિયન ડિઝાઇન ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેને સંપૂર્ણપણે ઢાંકવામાં આવી હતી.  તેમ છતાં આ પ્રોડક્શન માટે સંપૂર્ણ રીતે તૈયાર દેખાય છે અને આ C-HR કોન્સેપ્ટ સાથે  ઘણી મળતી આવે છે. તેની ડાબી બાજુએ માત્ર એક ફ્લૈપ છે જે EVનું ચાર્જિંગ પોર્ટ અથવા ફ્યુઅલ ભરવાનું પોર્ટ હોઈ શકે છે.


ડિઝાઇન


નવી 2024 Toyota C-HRમાં એવેંટાડોર જેવી છત મળે છે. સાથે જ  રૂફ સ્પોઈલર તેના દેખાવમાં વધારો કરે છે. પાછળના બમ્પરની ડિઝાઇન પણ ખૂબ જ અગ્રેસિવ છે. આગામી C-HR પર અન્ય ઘણા આકર્ષક એલિમેન્ટ્સ છે. ફ્લશ-માઉન્ટેડ ડોર હેન્ડલ્સ, બ્લેક કલરના એલોય વ્હીલ્સ, એલઇડી ડીઆરએલ અને ટોયોટા ક્રાઉન અને બીઝેડ  સીરીઝથી પ્રેરિત હેડલાઇટ્સ સહિત અન્ય ઘણા ડિઝાઇન એલિમેન્ટ્સ જોવા મળે છે. 


નવા પ્લેટફોર્મ પર તૈયાર થશે


2024 Toyota C-HRમાં કંપનીના નવા E3 પ્લેટફોર્મનો ઉપયોગ  કરવામાં આવશે. આઉટગોઇંગ C-HR માં પોલરાઈઝેશન દેખાય છે. તેને ટોયોટા ક્રાઉન સેડાન અને BZ4X ક્રોસઓવરથી પ્રેરિત ડિઝાઇન આપવામાં આવી છે.  નવી પ્રિયસમાં આવી જ ડિઝાઇન મળી શકે છે.


ક્યારે લોન્ચ થશે ?


યુરોપિયન બજારો માટે ટોયોટાના E3 પ્લેટફોર્મમાં EV અને હાઇબ્રિડ પાવરટ્રેન બંને હશે. C-HR ના ઈન્ટિરિયર્સ, પાવરટ્રેન, ફીચર્સ અને ટેક્નોલોજી સંબંધિત વધુ વિગતો લોન્ચ સમયે જાહેર કરવામાં આવશે. તેને 2023ના અંત સુધીમાં લોન્ચ કરવામાં આવી શકે છે.


કોની સાથે સ્પર્ધા કરશે


જો આ કાર ઇલેક્ટ્રિક વર્ઝનમાં આવે છે તો તે હ્યુન્ડાઇ કોના ઇલેક્ટ્રિક સાથે સ્પર્ધા કરશે, જેમાં  રેન્જ 421 કિમી પ્રતિ ચાર્જ મળે છે. 


Car loan Information:

Calculate Car Loan EMI