ટોયોટાએ આજે 20 જાન્યુઆરી, 2026 ના રોજ ભારતીય બજારમાં Toyota Urban Cruiser Ebella લોન્ચ કરી છે.  આ કારને ગયા વર્ષે ઇન્ડિયા મોબિલિટી ગ્લોબલ એક્સ્પો દરમિયાન રજૂ કરવામાં આવી હતી. તે મારુતિ Maruti e-Vitara  નું રિબેજ્ડ વર્ઝન છે, તેથી બંને વાહનો દેખાવ અને ડિઝાઇનમાં એકદમ સમાન છે. આ ગાડીને 49 અને 61 kWh બેટરી પેક સાથે ઓફર કરવામાં આવે છે. આ વાહન ત્રણ વેરિઅન્ટ સાથે આવે છે.

Continues below advertisement

આ કારમાં કેવા છે ફીચર્સ ?

Toyota Urban Cruiser Ebella માં પાતળી LED હેડલાઈટ્સ આપવામાં આવી છે, જેની સાથે સિંગલ સ્ટ્રિપ DRL મળે છે. આ SUV મારુતિ સુઝુકી ઇ-વિટારાના HEARTECT-e પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવી છે. EVમાં ડાયમંડ-કટ એલોય વ્હીલ્સ, મજબૂત બોડી ક્લેડીંગ અને ફુલ-વિડ્થ LED ટેલલાઇટ્સ  આપવામાં આવી છે.

Continues below advertisement

ઈન્ટીરિયરની વાત કરીએ તો તેમાં 10.25-ઇંચનું મોટું ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને 10.1 ઇંચનું ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળે છે. આ સિવાય ગ્લાસ રુફ, વેન્ટિલેટેડ સીટો અને ફ્લોટિંગ સેન્ટર કંસોલ પણ આપવામાં આવ્યું છે.

Toyota Urban Cruiser  રેન્જ

Toyota Urban Cruiser  EV બે બેટરી વિકલ્પો સાથે આવે છે. 49 kWh બેટરી 144 હોર્સપાવર ઉત્પન્ન કરે છે, જ્યારે 61 kWh બેટરી 174 હોર્સપાવર ઉત્પન્ન કરે છે. મોટી બેટરી સાથે આ SUV એક જ ચાર્જ પર લગભગ 543 કિલોમીટર મુસાફરી કરી શકે છે જે તેને લોંગ ડ્રાઇવ માટે ખૂબ જ શાનદાર  બનાવે છે.

Toyota Urban Cruiser Ebella  કારની સેફ્ટી કેવી છે?

સલામતીની દ્રષ્ટિએ આ SUV ખૂબ જ મજબૂત છે. ટોયોટાની આ પ્રથમ ઇલેક્ટ્રિક કારમાં સાત એરબેગ્સ, 360-ડિગ્રી કેમેરા અને લેવલ 2 ADAS છે. ESC, TPMS અને ABS સાથે EBD પણ ઉપલબ્ધ છે. આ ટોયોટા ઇલેક્ટ્રિક કાર ઓટોમેટિક ઇમરજન્સી બ્રેકિંગ, બ્લાઇન્ડ સ્પોટ મોનિટરિંગ, લેન કીપ આસિસ્ટ, રીઅર ક્રોસ-ટ્રાફિક એલર્ટ અને એડેપ્ટિવ ક્રુઝ કંટ્રોલ જેવી સુવિધાઓ પણ પ્રદાન કરે છે.

કંપનીએ કિંમત જાહેર નહીં કરી 

કંપનીએ હજુ સુધી સત્તાવાર કિંમત જાહેર કરી નથી, પરંતુ અહેવાલો સૂચવે છે કે તેની એક્સ-શોરૂમ કિંમત ₹18 લાખથી  ₹25  લાખની વચ્ચે હોઈ શકે છે.  તે 2026 ની શરૂઆતમાં શોરૂમમાં ઉપલબ્ધ થશે. ટોયોટા 8 વર્ષની બેટરી વોરંટી અને 60% એશ્યોર્ડ બાયબેક જેવી ઑફર્સ પણ આપી શકે છે.


Car loan Information:

Calculate Car Loan EMI