Toyota Fortuner: ભારતીય બજારમાં ટોયોટા ફૉર્ચ્યૂનર વિશે લોકોનો મિક્સ રિસ્પૉન્સ છે. કેટલાક લોકોને તે ગમે છે તો વળી ઘણાને તે બિલકુલ પસંદ નથી. જોકે આ બધાની વચ્ચે હવે નેક્સ્ટ જનરેશન ફૉર્ચ્યૂનર નવા કસ્ટમર્સને આકર્ષી શકે છે, આ વખતે કંપની ફૂલ સાઇઝ SUVને ઇલેક્ટ્રિક અવતાર લૉન્ચ કરી રહી છે. આ કાર આવ્યા બાદ ભારતીય ઇલેક્ટ્રિક કાર માર્કેટમાં પણ નવી ઉર્જા આવશે. તો ચાલો જાણીએ Toyota Fortuner Electric વિશે.


કંપનીએ શરૂ કર્યુ ટેસ્ટિંગ 
ટોયોટાએ તેની કામગીરીનું મૂલ્યાંકન કરવા માટે વિવિધ પરિસ્થિતિઓમાં નવી બેટરી-ઇલેક્ટ્રિક હિલક્સ પિકઅપનું પરીક્ષણ શરૂ કર્યું છે. ટોયોટા 2025 ના અંત સુધીમાં થાઇલેન્ડમાં હિલક્સ ઇલેક્ટ્રિકનું ઉત્પાદન શરૂ કરવાની યોજના ધરાવે છે. Toyota Hilux ઇલેક્ટ્રીક પર કામ કરી રહી છે, કારણ કે તે કંપનીના સૌથી મહત્વપૂર્ણ બજારોમાંના એક થાઇલેન્ડમાં ચાઇનીઝ EV ઉત્પાદકો તરફથી ઇલેક્ટ્રિક વાહનોની સખત સ્પર્ધાનો સામનો કરી રહી છે. તેના સ્પેસિફિકેશન અને કિંમત વિશે હાલમાં માહિતી ઉપલબ્ધ નથી. આ વાહન મુખ્યત્વે થાઈલેન્ડના સ્થાનિક બજાર માટે તૈયાર કરવામાં આવી રહ્યું છે, પરંતુ કંપની તેને થાઈલેન્ડથી નિકાસ કરવાનું પણ વિચારી રહી છે.


ટોયોટા ફૉર્ચ્યૂનર ઇલેક્ટ્રિક 
અમે અહીં Hilux EV વિશે વાત કરી રહ્યા છીએ, પરંતુ અમે અહીં ફૉર્ચ્યૂનરની ચર્ચા કરી છે કારણ કે Hilux ટોયોટા માટે એક પ્રકારનું ટેસ્ટિંગ મૉડલ છે, અને આ સમગ્ર સેટઅપ ચોક્કસપણે કંપની દ્વારા ફૉર્ચ્યૂનર માટે પણ ઉપયોગમાં લેવામાં આવશે, કારણ કે ગયા વર્ષે કંપનીએ હળવા- Hilux માં હાઇબ્રિડ સેટઅપ અને પછી તેને આ વર્ષની શરૂઆતમાં ફૉર્ચ્યૂનરમાં લૉન્ચ કર્યું હતુ. આ ઉપરાંત હિલક્સ અને ફૉર્ચ્યૂનર એક જ પ્લેટફોર્મ પર આધારિત છે અને તેમના મોટાભાગના યાંત્રિક ઘટકો સમાન છે. જો આપણે આ બાબતોને ધ્યાનમાં લઈએ તો, જો Hiluxને ઇલેક્ટ્રિક વર્ઝન મળી રહ્યું છે, તો ભવિષ્યમાં ફૉર્ચ્યૂનરને પણ આ વર્ઝન મળે તેવી પૂરી શક્યતા છે.


ભારતમાં ટોયોટા ફૉર્ચ્યૂનર ઇલેક્ટ્રિક 
Toyota પાસે હાલમાં ભારતીય બજારમાં કોઈ EV નથી. જો કે, કંપની 2025 ના બીજા ભાગમાં EV સેગમેન્ટમાં પ્રવેશવાની યોજના ધરાવે છે. આ માટે ટોયોટા અર્બન એસયુવી કૉન્સેપ્ટના પ્રૉડક્શન વર્ઝન પર કામ કરી રહી છે. Toyotaની નવી EV મારુતિ EVXનું રિબેજ્ડ મોડલ હશે. EVX 2025ના પહેલા ભાગમાં લૉન્ચ થવાની ધારણા છે અને તેનું ટોયોટા વર્ઝન છ મહિના પછી આવી શકે છે.


 


Car loan Information:

Calculate Car Loan EMI