Toyota Hilux ને હંમેશા એક મજબૂત અને વિશ્વસનીય પિકઅપ ટ્રક માનવામાં આવે છે અને હવે તેણે ક્રેશ ટેસ્ટમાં તેની તાકાત સાબિત કરી છે. ન્યૂ જનરેશન 2025 Toyota Hilux ને ઓસ્ટ્રેલિયન ન્યૂ કાર એસેસમેન્ટ પ્રોગ્રામ (ANCAP) તરફથી 5-સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યું છે. આ રેટિંગ હિલક્સના તમામ વેરિઅન્ટને લાગુ પડે છે. જોકે આ રેટિંગ ભારતના ભારત NCAP તરફથી નથી પણ ભારતમાં પરીક્ષણ કરવામાં આવે તો હિલક્સને હજુ પણ સારો સ્કોર મળશે તેવી અપેક્ષા છે.

Continues below advertisement

મુસાફરો અને રોડ પર ચાલનારા બંને માટે સલામત

ANCAP ની અલગ-અલગ સેફ્ટી કેટેગરીમાં  2025 Toyota Hilux નું પ્રદર્શન ખૂબ જ શાનદાર રહ્યું છે. . આ પરીક્ષણ પરિણામો સ્પષ્ટપણે દર્શાવે છે કે આ પિકઅપ ટ્રક માત્ર મુસાફરોની સલામતીને જ નહીં પરંતુ અન્ય રોડ યુઝર્સની સલામતીને પણ પ્રાથમિકતા આપે છે. આ જ કારણ છે કે સલામતીની વાત આવે ત્યારે હિલક્સને વિશ્વસનીય વાહન માનવામાં આવે છે.

Continues below advertisement

Toyota Hilux ના સેફ્ટી ફિચર્સ 

2025 Toyota Hilux માં ઘણી મહત્વપૂર્ણ અને અદ્યતન સેફ્ટી ફીચર્સ આપવામાં આવ્યા છે. તેમાં ABS સાથે બ્રેક આસિસ્ટ, સ્ટેબિલિટી કંટ્રોલ, ટ્રેક્શન કંટ્રોલ અને ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ મળે છે. રીઅરવ્યુ કેમેરા અને હિલ ડ્રાઇવિંગ સુવિધાઓ પણ આપવામાં આવી છે, જે ઉબડખાબડ રસ્તાઓ પર ડ્રાઇવિંગને સરળ બનાવે છે. Hilux ટોયોટા સેફ્ટી સેન્સ નામના ADAS પેકેજ સાથે પણ આવે છે, જેમાં ટક્કર પહેલા ચેતવણી,ઓટો હાઈ બીમ,  એડેપ્ટિવ ક્રુઝ કંટ્રોલ અને પેનોરેમિક વ્યૂ કેમેરા જેવી સુવિધાઓ શામેલ છે.

2025 Toyota Hilux માં નવું અને ખાસ શું છે

ન્યૂ જનરેશન Toyota Hilux ને કંપનીની  Tough and Agile ડિઝાઇન પર  તૈયાર કરવામાં આવી છે. આ પહેલીવાર છે જ્યારે Hilux માં ઇલેક્ટ્રિક ટેકનોલોજી હશે. તે હવે ફક્ત ડીઝલ જ નહીં, પરંતુ ઇલેક્ટ્રિક અને માઇલ્ડ-હાઇબ્રિડ વિકલ્પોમાં પણ ઉપલબ્ધ થશે. આ Hilux ને પહેલા કરતા વધુ Modern અને પર્યાવરણને અનુકૂળ બનાવે છે.

Toyota Hilux  ઇલેક્ટ્રિક વર્ઝન

Toyota Hilux નું ઇલેક્ટ્રિક વર્ઝન 59.2 kWh બેટરી સાથે આવે છે. તેમાં ડ્યુઅલ-મોટર ઓલ-વ્હીલ ડ્રાઇવ સિસ્ટમ છે, જે લગભગ 193 bhp પાવર પ્રદાન કરે છે. આગળ અને પાછળની મોટર્સ સારી ટોર્ક પ્રદાન કરે છે, જે તેને ભારે કાર્યો કરવા સક્ષમ બનાવે છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ ઇલેક્ટ્રિક Hilux એક જ ચાર્જ પર 240 કિલોમીટરથી વધુની રેન્જ આપે છે. તેની પેલોડ ક્ષમતા આશરે 715 કિલોગ્રામ છે અને ટોઇંગ ક્ષમતા 1,600 કિલોગ્રામ હોવાનું જણાવાયું છે.

ડીઝલ પસંદ કરનારા માટે પણ  વિકલ્પો

જે લોકો ડીઝલ એન્જિન પસંદ કરે છે તેમના માટે Toyota Hilux નું 2.8-લિટર ડીઝલ માઇલ્ડ-હાઇબ્રિડ વેરિઅન્ટ પણ ઓફર કરવામાં આવે છે. તેમાં 48-વોલ્ટ હાઇબ્રિડ સિસ્ટમ છે, જે વધુ સારી ઇંધણ  અને સ્મૂથ ડ્રાઇવિંગમાં મદદ કરે છે. આ વર્ઝન આશરે 201 bhp પાવર અને 500 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. આ વેરિઅન્ટનું ઉત્પાદન 2026 માં શરૂ થવાની ધારણા છે અને તે ઘણા વિદેશી બજારોમાં વેચાશે.

 


Car loan Information:

Calculate Car Loan EMI