આપણા દેશમાં ટોયોટા ઇનોવાની ખૂબ માંગ છે. તેને લાંબી મુસાફરી માટે શ્રેષ્ઠ વાહન માનવામાં આવે છે. ઇનોવા હાઇક્રોસ તેના લૂક, શાનદાર સ્પેસ અને પાવરફૂલ એન્જિનને કારણે વેચાણના અનેક રેકોર્ડ તોડી નાખ્યા છે. કંપની હાલમાં ઇનોવા હાઇક્રોસને વધુ આધુનિક અને આકર્ષક બનાવવા માટે ફેસલિફ્ટ પર કામ કરી રહી છે. અહેવાલો અનુસાર, ઇનોવા હાઇક્રોસ ફેસલિફ્ટમાં નોંધપાત્ર ફેરફારો કરવામાં આવશે. કારના એક્સટીરિયર અને ઈન્ટીરિયર અને સેફ્ટી ફીચર્સ સુધી નવા એલિમેન્ટ સામેલ કરવામાં આવશે. જો તમે નવી પ્રીમિયમ કાર વિશે વિચારી રહ્યા છો તો આ નવી ફેસલિફ્ટમાં કયા ફેરફારો આવશે તે જાણવું મહત્વપૂર્ણ છે.

Continues below advertisement

કયા ફેરફારોની અપેક્ષા રાખી શકાય?

Continues below advertisement

ઇનોવા હાઇક્રોસ ફેસલિફ્ટમાં બહારની ડિઝાઇનમાં ઘણા બધા ફેરફારો થવાની અપેક્ષા છે. ફ્રન્ટ પ્રોફાઇલને વધુ આકર્ષક  અને પહોળો લૂક આપવા માટે એક નવી ફ્રન્ટ ગ્રિલ ઉમેરવામાં આવશે. વધુમાં કારમાં સ્લિમ અને શાર્પ એલઇડી હેડલાઇટ સાથે ફરીથી ડિઝાઇન કરાયેલ ફ્રન્ટ બમ્પર હશે. જ્યારે કારની સાઇડ પ્રોફાઇલ મોટાભાગે વર્તમાન મોડેલ જેવી જ રહેશે, તેમાં નવા ડિઝાઇન કરેલા એલોય વ્હીલ્સ હશે જે તેને વધુ પ્રીમિયમ બનાવશે. 

કારની સાઈડ  પ્રોફાઇલ મોટાભાગે હાલના મોડલ જેવી જ રહેશે પરંતુ તેમાં નવી ડિઝાઈનવાળા એલોય વ્હીલ્સ આપવામાં આવશે જે તેને વધુ પ્રીમિયમ બનાવશે. રિયર પ્રોફાઈલની વાત કરીએ તો પાછળની તરફ નવા એલઈડી ટેલ લેમ્પ અને અપડેટેડ રિયર બમ્પર જોવા મળી શકે છે.  

કેબિનમાં 12.3-ઇંચ ક્લસ્ટર 

જ્યારે રિપોર્ટ્સ મુજબ નવી ઇનોવા હાઇક્રોસમાં હવે 12.3-ઇંચનું ફુલ્લી ડિજિટલ ડ્રાઇવર ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર હશે. જે જૂની 7-ઇંચ સ્ક્રીનને રિપ્લેસ કરશે.  તેમાં અપડેટેડ 10.1-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ પણ હશે, જે ટોયોટાના નવા સ્માર્ટ કનેક્ટેડ સ્યુટ અને વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લેને સપોર્ટ કરશે. ડેશબોર્ડ લેઆઉટ અને ઇન્ટિરિયર થીમમાં નવી કલર સ્કીમ પણ હોઈ શકે છે. આ દરમિયાન, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ, પાવર્ડ ઓટોમન સીટ્સ, પેનોરેમિક સનરૂફ અને પ્રીમિયમ JBL ઓડિયો સિસ્ટમ જેવા પ્રીમિયમ ફીચર્સ ટોચના વેરિઅન્ટમાં રહેશે.

સેફ્ટીની દ્રષ્ટિએ કારને વધુ મજબૂત બનાવવામાં આવશે

એ નોંધનીય છે કે ટોયોટા હંમેશા તેના વાહનોની સેફ્ટી અંગે કડક રહી છે અને ફેસલિફ્ટેડ મોડેલ આને એક પગલું આગળ લઈ જશે. ઇનોવા હાઇક્રોસ પહેલાથી જ છ એરબેગ્સ, 360-ડિગ્રી કેમેરા, ઓલ-ડિસ્ક બ્રેક્સ અને વ્હીકલ સ્ટેબિલિટી કંટ્રોલ જેવા ફીચર્સ આપે છે.

નવા મોડલમાં કંપની ટોયોટા સેફ્ટી સેન્સ એટલે કે લેવલ-2 ADAS ના સેન્સર અને કેમેરાને વધુ સટીક અને રિફાઈન્ડ કરે તેવી અપેક્ષા છે. તેમાં અડેપ્ટિવ ક્રુઝ કંટ્રોલ, લેન-કીપ અસિસ્ટ, ઓટોમેટિક ઇમરજન્સી બ્રેકિંગ અને બ્લાઇન્ડ-સ્પોટ મોનિટરિંગ જેવા ફીચર્સ ભારતીય રસ્તાઓના હિસાબે શાનદાર રીતે ટ્યુન કરવામાં આવશે.

ક્યારે લોન્ચ થઈ શકે છે?

મીકેનિકલ બદલાવની વાત કરીએ તો, ઇનોવા હાઇક્રોસ ફેસલિફ્ટમાં તેના એન્જિન અને પાવરટ્રેનમાં કોઈ ફેરફાર થવાની શક્યતા નથી. તે હાલના 2.0-લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન અને અત્યંત લોકપ્રિય 2.0-લિટર સ્ટ્રોંગ હાઇબ્રિડ પેટ્રોલ એન્જિન સાથે ઓફર કરવામાં આવશે. તેની હાઇબ્રિડ સિસ્ટમ 23 કિમી/લિટર સુધીની પ્રભાવશાળી માઇલેજ આપવા સક્ષમ છે. એવી અપેક્ષા છે કે કંપની આગામી મહિનાઓમાં તેને ભારતીય બજારમાં સત્તાવાર રીતે લોન્ચ કરશે. સુવિધાઓ અને કોસ્મેટિક ફેરફારોને કારણે, નવા ફેસલિફ્ટેડ મોડેલની કિંમત વર્તમાન મોડેલ કરતા થોડી વધારે હોઈ શકે છે. 


Car loan Information:

Calculate Car Loan EMI