Toyota Launched First EV In India: ટોયોટાએ આખરે ભારતીય બજારમાં તેની પ્રથમ ઇલેક્ટ્રિક SUV Urban Cruiser Ebella લોન્ચ કરી દીધી છે. કંપનીએ તેની કિંમત 23.6 લાખ રૂપિયા રાખી છે, જેને લોન્ચિંગની સાથે જ ચર્ચા જગાવી છે. ખાસ વાત એ છે કે હાલમાં આ EV માત્ર એક જ ફુલી લોડેડ વેરિઅન્ટમાં ઉપલબ્ધ હશે. Toyota એ તેમાં 61kWh બેટરી પેક આપ્યું છે અને કંપનીનો દાવો છે કે તે ફીચર્સ અને ટેકનોલોજીની દ્રષ્ટિએ પ્રીમિયમ અનુભવ આપશે.
જોકે, સૌથી વધુ ચર્ચા તેની કિંમતને લઈને થઈ રહી છે કારણ કે આ જ પ્લેટફોર્મ શેર કરનારી Maruti eVitara તેના કરતા ઘણી સસ્તી છે. એવામાં હવે સવાલ એ જ ઉઠી રહ્યો છે કે શું ટોયોટાની બ્રાન્ડ વેલ્યુ અને ફીચર્સ આ ઊંચી કિંમતને યોગ્ય સાબિત કરી શકશે કે નહીં.
આ પણ વાંચો.. Maruti, Honda કે Toyota, કઈ હાઇબ્રિડ કાર આપે છે સૌથી વધુ માઇલેજ?
ફીચર્સમાં દમદાર, પણ કિંમતે વધારી ચિંતાUrban Cruiser Ebella માં કંપનીએ અનેક પ્રીમિયમ ફીચર્સ આપ્યા છે. જેમાં ADAS, 360 ડિગ્રી કેમેરા, વેન્ટિલેટેડ સીટ્સ, સનરૂફ અને 8 વર્ષની બેટરી વોરંટી જેવા ફીચર્સનો સમાવેશ થાય છે. આ કાર માત્ર E3 ગ્રેડમાં આવશે અને તેમાં 61kWh બેટરી પેક આપવામાં આવ્યું છે. Toyota નું કહેવું છે કે દેશભરમાં 500 થી વધુ BEV સર્વિસ ટચ પોઈન્ટ્સ તૈયાર કરવામાં આવ્યા છે જેથી ગ્રાહકોને વેચાણ પછીનો બહેતર સપોર્ટ મળી શકે.
ડિઝાઇનની વાત કરીએ તો, તેનો ફ્રન્ટ લુક એકદમ અલગ અને મોર્ડન રાખવામાં આવ્યો છે, જોકે કેબિનનું લેઆઉટ eVitara ને ઘણું મળતું આવે છે. પાંચ સિંગલ અને ચાર ડ્યુઅલ ટોન કલર ઓપ્શન પણ આપવામાં આવ્યા છે, જેનાથી આ SUV પ્રીમિયમ ફીલ આપી રહી છે.
eVitara કરતા Ebella આટલી મોંઘી કેમ?Toyota Urban Cruiser Ebella માટે સૌથી મોટો પડકાર તેની કિંમત બની શકે છે. જ્યાં Maruti eVitara ની શરૂઆતી કિંમત 15.9 લાખ રૂપિયા જણાવવામાં આવી રહી છે, જ્યારે તેનું ટોપ મોડલ અંદાજે 20 લાખ રૂપિયા સુધી જાય છે. બીજી તરફ, Ebella સીધી 23.6 લાખ રૂપિયાની કિંમતે લોન્ચ થઈ છે.
એટલું જ નહીં, eVitara માં BAAS એટલે કે 'બેટરી એઝ અ સર્વિસ' (Battery as a Service) નો વિકલ્પ પણ મળશે, જ્યારે Ebella માં હાલમાં આ સુવિધા આપવામાં આવી નથી. આ કારણે કિંમતનો તફાવત વધુ વર્તાઈ રહ્યો છે. એક્સપર્ટ્સ માને છે કે જો ટોયોટા ભવિષ્યમાં તેના વધુ વેરિઅન્ટ્સ લાવશે તો તે વધુ લોકો સુધી પહોંચી શકે છે. હાલમાં કંપનીએ તેને પ્રીમિયમ અને ફુલી લોડેડ EV તરીકે રજૂ કરી છે, પરંતુ ભારતીય બજારમાં કિંમત હંમેશા મોટું ફેક્ટર રહે છે.
Car loan Information:
Calculate Car Loan EMI