Ola Electric Mobility Share Price: ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર કંપની ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટીની મુશ્કેલીઓનો અંત દેખાઈ રહ્યો નથી. CCPA (Central Consumer Protection Authority)ની નોટિસ બાદ હવે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય પણ ઓલા ઈલેક્ટ્રીક વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ફરિયાદોની તપાસ કરી શકે છે. ગ્રાહકોની ફરિયાદોને પગલે મંત્રાલય આ અઠવાડિયે તેની કાર્યવાહી શરૂ કરી શકે છે અને કંપનીને રિપોર્ટ સબમિટ કરવા માટે કહી શકે છે.
બિઝનેસ ટુડેના અહેવાલ મુજબ, સેવાઓને લઈને ઓલા ઈલેક્ટ્રિક સામે મળેલી ચિંતાઓ અને ફરિયાદોને ધ્યાનમાં રાખીને રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે પણ સેવાઓ સંબંધિત મામલામાં હસ્તક્ષેપ કરવાનો અને કંપની પાસેથી રિપોર્ટ માંગવાનો નિર્ણય લીધો છે. અગાઉ કંપની વિરુદ્ધ 10,000થી વધુ ગ્રાહકોની ફરિયાદોને કારણે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) એ નોટિસ મોકલી છે.
CCPA નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે કંપનીએ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ, 2019ની કલમોનું ઉલ્લંઘન કર્યું છે. આમાં ખરાબ સર્વિસ, ખોટી જાહેરાત, અનફેર ટ્રેડ પ્રેક્ટિસ અને ગ્રાહક અધિકારોનું ઉલ્લંઘન સામેલ છે. કંપનીએ 15 દિવસમાં CCPA નોટિસનો જવાબ આપવો પડશે. ડિપાર્ટમેન્ટ ઓફ કન્ઝ્યૂમર અફેયર્સની નેશનલ કન્ઝ્યૂમર હેલ્પલાઇન પર કંપની વિરુદ્ધ છેલ્લા એક વર્ષમાં 10,644 ફરિયાદો મળી છે. આ બધામાં ઓલા સ્કૂટરની ખરાબ સર્વિસને લઈને ફરિયાદો નોંધાઈ છે.
ઓલા ઇલેક્ટ્રિકની સમસ્યાઓ વધી રહી છે. એક તરફ ગ્રાહકોની ફરિયાદો છે અને બીજી તરફ ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં કંપનીનો હિસ્સો મહિને મહિને સતત ઘટી રહ્યો છે. બજાજ ઓટો અને ટીવીએસ મોટર્સ ઓલા ઈલેક્ટ્રિકનો બજાર હિસ્સો ઝડપથી કબજે કરી રહ્યાં છે. આ ઉપરાંત કંપનીના સીઈઓ ભાવિશ અગ્રવાલ અને કોમેડિયન કુણાલ કામરા વચ્ચે સોશિયલ મીડિયા પર શાબ્દિક યુદ્ધને કારણે પણ કંપની ચર્ચામાં છે. ઓલા ઈલેક્ટ્રિક માટે રાહતની વાત છે કે આ બધી બાબતો હોવા છતાં કંપનીનો શેર મંગળવારના ટ્રેડિંગ સેશનમાં 5.05 ટકાના વધારા સાથે બંધ થયો હતો.
AI થી ચાલશે Hondaની ઇલેક્ટ્રિક કાર, ડિઝાઇન એવી કે ઉડી જશે હોશ, જાણો ક્યારે થશે લૉન્ચ ?
Car loan Information:
Calculate Car Loan EMI