TVS Electric Scooter: ટીવીએસ મોટર્સ (TVS Motors) એ પોતાના ઈલેક્ટ્રિક વ્હીકલ પોર્ટફોલિયોનો વિસ્તાર કરતા નેપાળમાં નવું TVS Orbiter ઈલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરી દીધું છે. આ સ્કૂટર લાંબી રેન્જ, મોર્ડન ફીચર્સ અને આકર્ષક ડિઝાઈન સાથે રજૂ કરવામાં આવ્યું છે. કંપનીનું કહેવું છે કે આ સ્કૂટરને ખાસ કરીને રોજિંદા વપરાશ કરતા ગ્રાહકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે, જેથી શ્રેષ્ઠ પરફોર્મન્સ સાથે ઉત્તમ રાઈડિંગ એક્સપિરિયન્સ મળી શકે.
TVS Orbiter ની સૌથી મોટી ખાસિયત તેની રેન્જ છે. કંપનીના જણાવ્યા મુજબ, આ સ્કૂટર 3.1 kWh બેટરી પેક સાથે આવે છે અને એકવાર ફૂલ ચાર્જ કરવા પર 158 કિલોમીટર સુધીની રેન્જ આપે છે. આટલી રેન્જ સાથે આ સ્કૂટર શહેરમાં રોજિંદી અવરજવર ઉપરાંત લાંબા અંતરની મુસાફરી માટે પણ એક સારો વિકલ્પ બની શકે છે. જોકે, રિયલ રેન્જ રસ્તાની સ્થિતિ, રાઈડિંગ સ્ટાઈલ, ટ્રાફિક અને વાતાવરણ મુજબ અલગ-અલગ હોઈ શકે છે.
આ પણ વાંચો...વાહનચાલકો માટે ખુશખબર! NHAI નો નવો નિયમ, ટોલ ટેક્સમાં 40% સુધીનો મોટો ઘટાડો
કેવી છે ડિઝાઈન અને ફીચર્સ?
ડિઝાઈનની વાત કરીએ તો TVS Orbiter ને ખૂબ જ મોર્ડન અને પ્રીમિયમ લુક આપવામાં આવ્યો છે. તેમાં 14 ઈંચનું ફ્રન્ટ વ્હીલ આપવામાં આવ્યું છે, જે સ્કૂટરને ઉત્તમ સ્ટેબિલિટી અને આરામદાયક રાઈડ આપવામાં મદદ કરે છે. આ સિવાય લાંબી સીટ, પહોળો ફૂટબોર્ડ, 169 mm નો ગ્રાઉન્ડ ક્લીયરન્સ અને 34 લીટરનું અંડર-સીટ સ્ટોરેજ આ સ્કૂટરને ડેઈલી યુઝ માટે વધુ પ્રેક્ટિકલ બનાવે છે.
ફીચર્સની બાબતમાં પણ TVS એ કોઈ કસર બાકી રાખી નથી. આ ઈલેક્ટ્રિક સ્કૂટરમાં કલર LCD ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, સ્માર્ટફોન કનેક્ટિવિટી, ટર્ન-બાય-ટર્ન નેવિગેશન, કોલ અને મેસેજ એલર્ટ, USB ચાર્જિંગ પોર્ટ, ઓવર-ધ-એર (OTA) અપડેટ્સ અને મોબાઈલ એપ સપોર્ટ જેવા અનેક સ્માર્ટ ફીચર્સ આપવામાં આવ્યા છે. મોબાઈલ એપ દ્વારા જીઓ-ફેન્સિંગ, ક્રેશ એલર્ટ અને સ્કૂટરની લાઈવ માહિતી જેવી સુવિધાઓનો પણ લાભ લઈ શકાય છે.
સ્કૂટરની સેફ્ટી અને ટેસ્ટિંગસેફ્ટી અને રાઈડિંગ એક્સપિરિયન્સને વધુ બહેતર બનાવવા માટે સ્કૂટરમાં હિલ હોલ્ડ અસિસ્ટ, ક્રૂઝ કંટ્રોલ, પાર્કિંગ અસિસ્ટ અને રિજનરેટિવ બ્રેકિંગ જેવા એડવાન્સ ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. રિજનરેટિવ બ્રેકિંગ સિસ્ટમ બ્રેક મારવા દરમિયાન બેટરીને અમુક અંશે ચાર્જ કરવામાં મદદ કરે છે, જેનાથી રેન્જ વધારવામાં સહાય મળે છે. કંપનીનો દાવો છે કે આ સ્કૂટરને નેપાળના અલગ-અલગ રસ્તાઓ અને પહાડી વિસ્તારોમાં ટેસ્ટ કરવામાં આવ્યું છે, જેથી દરેક પ્રકારના રસ્તાઓ પર શ્રેષ્ઠ પરફોર્મન્સ મળી શકે.
હાલમાં TVS Orbiter ને નેપાળના માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યું છે અને ત્યાં તેનું વેચાણ Jagdamba Motors ના ડીલર નેટવર્ક દ્વારા કરવામાં આવશે. હાલ કંપનીએ ભારતમાં આ સ્કૂટરના લોન્ચિંગ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી
Car loan Information:
Calculate Car Loan EMI