શું તમે રોજિંદા ઉપયોગ માટે એવું ઇલેક્ટ્રિક સ્કૂટર શોધી રહ્યા છો જે સસ્તું હોય અને સારી રેન્જ આપતું હોય? ઘણા લોકો ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવાનું ટાળે છે કારણ કે તેમને ચિંતા છે કે જો તે ડિસ્ચાર્જ થઈ જાય અને રસ્તા પર અટકી જાય તો તે મુશ્કેલીમાં મુકાઈ જશે. તેથી અમે તમને TVS Orbiter V1 વિશે જણાવવા માટે અહીં છીએ, જે એક સસ્તું અને ઉત્તમ રેન્જ ધરાવતું ઇલેક્ટ્રિક સ્કૂટર છે.  

Continues below advertisement

બેટરી અને રેન્જ

Continues below advertisement

તેમાં BLDC હબ મોટર છે જેનો  પીક પાવર 1.8 kW છે અને પીક ટોર્ક 30 Nm છે. તેની ટોપ સ્પીડ 68 kmph છે અને તે માત્ર 6.8 સેકન્ડમાં 0 થી 60 સુધીની ઝડપ મેળવી શકે છે. તે બે રાઇડિંગ મોડ્સ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે આવે છે. વધુમાં આ ઇલેક્ટ્રિક સ્કૂટરની રેન્જ 86 કિમી છે.   

શું ફિચર્સ મળશે?

તેમાં ડિજિટલ LCD ક્લસ્ટર ડિસ્પ્લે છે અને કનેક્ટિવિટી માટે TVS કનેક્ટ એપ્લિકેશન અને બ્લૂટૂથને સપોર્ટ કરે છે. વધુમાં તે ટર્ન-બાય-ટર્ન નેવિગેશન, કોલ એલર્ટ, SMS એલર્ટ, વાહન હેલ્થ એલર્ટ, લાઇવ લોકેશન અને જીઓ-ફેન્સિંગ જેવી સુવિધાઓ પ્રદાન કરે છે. તે OTA અપડેટ્સ પણ આપે છે. અન્ય સુવિધાઓમાં USB ચાર્જિંગ પોર્ટ, ડિસ્ટેંસ-ટૂ- એંપ્ટી ઈન્ડિકેટર, લો બેટરી ઈન્ડિકેટર, કી શટર લોક અને કૈરી હૂકનો સમાવેશ થાય છે.          

ચેસિસ અને સસ્પેન્શન

તેમાં લાઈટ વેઈટ અર્બન એગાઈલ  ચેસિસ આપવામાં આવી છે. તેમાં આગળ ટેલિસ્કોપિક સસ્પેન્શન અને પાછળના ભાગમાં ડ્યુઅલ શોક એબ્ઝોર્બર મળે  છે. તેમાં આગળ અને પાછળ બંને બાજુ ડ્રમ બ્રેક્સ સાથે કંબાઈંડ બ્રેકિંગ સિસ્ટમ છે. તેના વ્હીલ્સ એલોય છે અને ટાયરના કદ આગળ 90/80-14 ઇંચ અને પાછળ 90/90-12 ઇંચ છે.   

આ પણ વાંચો- 100 રુપિયાના પેટ્રોલમાં કેટલા કિલોમીટર ચાલશે Hero Splendor? જાણી લો 

આ સ્કૂટરની કિંમત શું છે?

તેમાં 1.8kWh બેટરી સાથે આવે છે જેમાં બેટરીનું ભાડુ (BaaS) અલગથી આપવાનું રહે છે. આ પ્રોગ્રામ હેઠળ પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમત ફક્ત ₹49,999 છે. બીજી બાજુ, સ્ટાન્ડર્ડ વર્ઝન ખરીદવા પર તેની કિંમત ₹84,500 થી ₹100,650 એક્સ-શોરૂમ છે. આ સ્કૂટર હાલ ખૂબ જ ચર્ચામાં છે.        


Car loan Information:

Calculate Car Loan EMI