New Car Launching Under 10 Lakh Rupees: ભારતીય બજારમાં એક પછી એક નવી કાર લૉન્ચ થઈ રહી છે. લોકો પોતાના બજેટ પ્રમાણે સારી કારની શોધમાં હોય છે. હાલમાં જ નિસાન દ્વારા નવી મેગ્નાઈટને વાજબી કિંમતે લૉન્ચ કરવામાં આવી હતી, ત્યારબાદ હવે 10 લાખ રૂપિયાના બજેટમાં બે નવી કાર માર્કેટમાં આવવા જઈ રહી છે. આ નવી કારો મારુતિ ડિઝાયર અને કાયલાક છે, જે 10 લાખ રૂપિયાના બજેટમાં લાવી શકાય છે.


Maruti Dezireનો લીક થયેલો ફોટો દર્શાવે છે કે, આ કાર પહેલા કરતા વધુ પ્રીમિયમ હોઈ શકે છે. આ વાહનમાં સ્લિમ હેડલેમ્પ લગાવી શકાય છે, જેને ક્રૉમ લાઇનથી કનેક્ટ કરી શકાય છે. મારુતિની આ કારને અગાઉના મૉડલ કરતા મોટી ગ્રીલ મળી શકે છે. મારુતિ ડિઝાયરની લંબાઈ પહેલાની જેમ 4 મીટરની રેન્જમાં રહી શકે છે. વાહનના પાછળના ભાગમાં એક મોટી ક્રોમ લાઇન પણ લગાવી શકાય છે, જે ટેલલેમ્પ્સ સાથે જોડાયેલ હશે.


Maruti Dzire 
મારુતિ ડિઝાયરના નવા જનરેશન મૉડલના પાવરટ્રેનમાં ફેરફાર કરવામાં આવી શકે છે. નવી સ્વિફ્ટની જેમ આ કાર Z-સીરીઝ, 3-સિલિન્ડર એન્જિનથી સજ્જ થઈ શકે છે. આ એન્જિન સાથે ઓટોમેટિક ટ્રાન્સમિશનનો વિકલ્પ પણ આપી શકાય છે. તેના સ્ટાન્ડર્ડ મૉડલમાં 5-સ્પીડ મેન્યૂઅલ ગિયર બૉક્સ આપી શકાય છે. મારુતિનું આ નવું મૉડલ ઓટોમેકર્સના વેચાણમાં નોંધપાત્ર વધારો કરી શકે છે.


Skoda Kylaq 
આ સિવાય બીજું લૉન્ચ Skoda Kylaqનું હશે. તેને ભારતમાં 6 નવેમ્બરે લૉન્ચ કરવામાં આવી શકે છે. આ SUVની લંબાઈ 4 મીટરથી ઓછી હશે, જેમાં તે 1.0L TSI ટર્બો પેટ્રોલથી સજ્જ થઈ શકે છે, આ સાથે તે 6 સ્પીડ મેન્યુઅલ અને AT ગિયરબૉક્સથી સજ્જ હશે. સુરક્ષા માટે આ મૉડલમાં એન્ટિ-લૉક બ્રેકિંગ સિસ્ટમની સાથે EBD અને 6 એરબેગ્સ જેવા ફીચર્સ જોવા મળશે.


આ પણ વાંચો


આ દેશમાં દત્તક દીકરી સાથે લગ્ન કરી શકે છે પિતા, સરકારે ખુદ બનાવ્યો હતો આ શરમજનક કાયદો 


                                                                                                                                                                


Car loan Information:

Calculate Car Loan EMI