Upcoming Off-Road SUVs: ઑફ-રોડ SUV તેમની શક્તિશાળી ક્ષમતાઓને કારણે ઑટોમોટિવ પ્રેમીઓમાં ખૂબ જ લોકપ્રિય છે. આ વાહનો મલ્ટીપર્પઝ ઉપયોગ, રોમાંચ અને ટફ સ્ટાઇલનું મિશ્રણ ઓફર કરતી વખતે પડકારરૂપ વિસ્તારોમાં સરળતાથી દોડે તે માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. આગામી થોડા દિવસોમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને ટાટા મોટર્સ બજારના આ લોકપ્રિય સેગમેન્ટને ધ્યાનમાં રાખીને દેશમાં બે આકર્ષક ઓફ-રોડ SUV લોન્ચ કરવા જઈ રહી છે. ચાલો મહિન્દ્રા અને ટાટાની આ આવનારી SUVની વિગતોની ચર્ચા કરીએ.
5- ડોર મહિન્દ્રા થાર
2024માં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા તેની લોકપ્રિય થાર એસયુવીનું 5 ડોર વર્ઝન લોન્ચ કરવા માટે તૈયાર છે. આ મૉડલ તેના હાલના ICE મૉડલની જેમ કેટલાક નાના ડિઝાઇન ફેરફારો જોવા મળશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તેનું ઇન્ટિરિયર પણ ખૂબ જ ખાસ હશે, જેમાં 10-ઇંચની મોટી ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ હશે, જે સ્ટાન્ડર્ડ 7-ઇંચના યુનિટમાંથી અપગ્રેડ હશે. અન્ય ફીચર્સમાં ડેશકેમ, સિંગલ-પેન સનરૂફ અને નવી ડિઝાઇન કરેલ સેન્ટર કન્સોલ અને ફ્રન્ટ અને રિયર આર્મરેસ્ટ સામેલ છે. 5-ડોર થારમાં સ્કોર્પિયો એનના 2.0 લિટર ટર્બો પેટ્રોલ અને 2.2 લિટર ટર્બો ડીઝલ એન્જિન આપવામાં આવશે જે તેની ઑફ-રોડ ક્ષમતાને વધુ વધારશે.
ટાટા સિએરા ઇવી
ટાટા મોટર્સ 2025 સુધીમાં સિએરા એસયુવીનું સંપૂર્ણ નવું ઇલેક્ટ્રિક વર્ઝન લોન્ચ કરવાની યોજના ધરાવે છે. આ વર્ષના ઓટો એક્સપોમાં પ્રદર્શિત કોન્સેપ્ટ મોડલમાંથી પ્રેરણા લઈને સિએરા EV પોતાને એક શક્તિશાળી, લાઇફસ્ટાઇલ SUV તરીકે સ્થાન આપશે. તેની લંબાઈ 4.3 થી 4.4 મીટરની વચ્ચે હોવાની અપેક્ષા છે, અને તે 4 અને 5-સીટર બંને કોન્ફિગરેશનમાં ઉપલબ્ધ હોઈ શકે છે. Tataના Gen 2 પ્લેટફોર્મ પર આધારિત Sierra EV બે બેટરી પેક વિકલ્પોથી સજ્જ હશે - 60kWh અને 80kWh, જે તેને ઘણી ઊંચી રેન્જ આપે તેવી અપેક્ષા છે. તેનું AWD સેટઅપ ફ્રન્ટ અને રીઅર બંને એક્સેલ્સ પર ઇલેક્ટ્રિક મોટર્સ સાથે આવશે. તેની અંદાજિત રેન્જ 500 કિલોમીટર પ્રતિ ચાર્જ હશે.
Car loan Information:
Calculate Car Loan EMI