Upcoming Maruti Car: દેશની અગ્રણી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી હવે મહિન્દ્રાની XUV700 સાથે સ્પર્ધા કરવા જઈ રહી છે. મળતી માહિતી મુજબ મારુતિ નવી 7 સીટર કાર પર કામ કરી રહી છે. જે એ જ પ્લેટફોર્મ પર બનાવવામાં આવશે કે જેના પર ઈનોવા બનાવવામાં આવી છે. સાથે જ આ કારને હાઇબ્રિડ વેરિઅન્ટમાં પણ ઓફર કરી શકાય છે. મારુતિ આ વર્ષના અંત સુધીમાં આ કારનું અનાવરણ કરી શકે છે.

Continues below advertisement

ડિઝાઇન કેવી રીતે બની શકે?

મારુતિની આ 7-સીટર કારને ઈનોવાના પ્લેટફોર્મ પર બનાવી શકાય છે. જેની પાછળની બાજુમાં શાર્ક-ફિન એન્ટેના, બૂટ સ્પોઈલર, વેન્ટ, બમ્પર, નવા એલોય વ્હીલ્સ સાથે ઓલ-એલઈડી સેટઅપ જોઈ શકાય છે. મારુતિની આ ડિમાન્ડિંગ કાર Ertiga કરતાં સાઈઝમાં થોડી મોટી અને જોવામાં ઘણી આકર્ષક હોઈ શકે છે.

Continues below advertisement

એન્જિન કેવી રીતે હોઈ શકે?

મારુતિની આ નવી કાર ફ્રન્ટ વ્હીલ ડ્રાઇવમાં પેટ્રોલ અને પેટ્રોલ હાઇબ્રિડ એન્જિન સાથે ઓફર કરી શકાય છે. તેમાં આપવામાં આવેલ પેટ્રોલ યુનિટ હાલની ઈનોવા હશે, જ્યારે પેટ્રોલ હાઈબ્રિડ યુનિટ સંપૂર્ણપણે નવું આપી શકાય છે. ટોયોટા ઈનોવાને હાલનું ડીઝલ એન્જિન 2.4 L અને 2.7 L પેટ્રોલ એન્જિન મળે છે. જે 166bhpની મહત્તમ શક્તિ અને 245Nmનો સૌથી વધુ ટોર્ક ઉત્પન્ન કરે છે.

ઈંટિરિયર ફિચર્સ

આ નવી મારુતિ કારની 7-સીટર કેબિનમાં મલ્ટી ટેરેન મોનિટર જોઈ શકાય છે, જે કારને પાર્ક કરવાનું સરળ બનાવે છે. ઉપરાંત અસમાન વિસ્તારોમાં નેવિગેટ કરવાનું સરળ બને છે. આ સાથે જ આજકાલ લગભગ તમામ કારમાં આપવામાં આવેલ ખાસ ફીચર, હેડ-અપ ડિસ્પ્લે પણ જોઈ શકાય છે. આ સિવાય વાયરલેસ ચાર્જર, ડોર એજ લાઇટિંગ, કનેક્ટિવિટી માટે 8.0-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ કન્સોલ અને સુરક્ષા માટે મલ્ટીપલ એરબેગ્સ પણ મળી શકે છે.

કિંમત

કંપની લોન્ચ સમયે તેની કિંમત વિશે માહિતી આપી શકે છે. પરંતુ અનુમાન મુજબ મારુતિ તેની કારની કિંમત લગભગ 15 લાખ રૂપિયાની આસપાસ હોય તેવી શક્યતા છે.

Mahindra XUV700 સાથે સ્પર્ધા 

મારુતિની આ આવનારી કાર મહિન્દ્રાની XUV700 સાથે સ્પર્ધા કરશે. જેની શરૂઆતી કિંમત 13.45 લાખ રૂપિયા છે. 30 વેરિઅન્ટમાં ઉપલબ્ધ આ કાર 1997-2184 સીસી એન્જિન (પેટ્રોલ-ડીઝલ) વિકલ્પમાં ઓફર કરવામાં આવી છે.


Car loan Information:

Calculate Car Loan EMI