Upcoming Cars In January 2024: નવા વર્ષની શરૂઆતમાં ભારતીય કાર માર્કેટમાં ઘણા નવા મોડલ આવવાના છે. મારુતિ સુઝુકી, હ્યુન્ડાઈ, કિયા અને મહિન્દ્રા તેમની નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. Hyundai Motor India એ 16 જાન્યુઆરી 2024 ના રોજ Creta ફેસલિફ્ટ લોન્ચની સત્તાવાર પુષ્ટી કરી છે. આ સાથે Kia 14 ડિસેમ્બર, 2023 ના રોજ તેની એન્ટ્રી લેવલ SUV સોનેટની કિંમતો જાહેર કરશે. મારુતિ સુઝુકી જાન્યુઆરી અથવા ફેબ્રુઆરી 2024માં નવી સ્વિફ્ટ લોન્ચ કરવા જઈ રહી છે. જોકે, હાલમાં આ અંગેની માહિતી સત્તાવાર રીતે આપવામાં આવી નથી. આ સિવાય મહિન્દ્રા તેના XUV300નું અપડેટેડ વર્ઝન આવતા મહિનામાં લોન્ચ કરી શકે છે.


હ્યુન્ડાઈ ક્રેટા ફેસલિફ્ટ


તેમાં ઘણા અપડેટ્સ કરવામાં આવશે. તેની ડિઝાઇન Hyundaiની ગ્લોબલ SUV Palisadeથી પ્રેરિત હશે. તેમાં પ્રોજેક્ટર LED હેડલેમ્પ્સ અને LED DRL સાથે નવી મોટી ગ્રિલ હોઈ શકે છે. આંતરિક અપગ્રેડમાં ADAS (એડવાન્સ્ડ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ), નવું સંપૂર્ણ ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને 360-ડિગ્રી કેમેરા સામેલ હોઈ શકે છે.                 


કિયા સોનેટ ફેસલિફ્ટ


બીજી તરફ Kia 14 ડિસેમ્બર, 2023 ના રોજ અપડેટેડ સોનેટ લોન્ચ કરશે. ફેસલિફ્ટેડ સોનેટ અંદર અને બહાર બંને રીતે હળવા ફેરફારો મેળવશે. તેમાં નવા સેલ્ટોસ જેવી એલઇડી લાઇટ બાર હશે સેલ્ટોસ જેવા ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર ઇન્ટિરિયરમાં મળી શકે છે.                           


NEW-GEN MARUTI SWIFT


મારુતિ સુઝુકીની નવી સ્વિફ્ટ લૉન્ચ કરવાની તૈયારી કરી રહી છે. તે અપડેટેડ પ્લેટફોર્મ પર આધારિત હશે. સ્વિફ્ટ પ્રથમ મોડલ કરતાં લાંબી હોઈ શકે છે. જો કે, પહોળાઈ થોડી ઓછી હોઈ શકે છે. તે ફ્રોક્સ અને બલેનોથી પ્રેરિત આંતરિક ડિઝાઇન મેળવી શકે છે.


MAHINDRA XUV300/XUV400 FACELIFTS


મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા જાન્યુઆરી 2024માં XUV300 સબકોમ્પેક્ટ SUVનું અપડેટેડ વર્ઝન લોન્ચ કરી શકે છે. XUV300 ફેસલિફ્ટ એ 131bhp, 1.2L ટર્બો પેટ્રોલ એન્જિનથી સજ્જ હોઈ શકે છે જે આઈસિન-સોર્સ્ડ 6-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ સાથે જોડાયેલું છે. હાલના 110bhp, 1.2L ટર્બો પેટ્રોલ અને 117bhp, 1.5L ડીઝલ એન્જિન પણ ચાલુ રાખવામાં આવી શકે છે.


Car loan Information:

Calculate Car Loan EMI