Upcoming Cars in India: વર્ષ 2023નો એક મહિનો નીકળી ચૂક્યો છે, અને આવનારો સમય ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી માટે ખુબ સારો રહેવાનો છે, કેમ કે જલદી ભારતીય માર્કેટમાં કેટલીય નવી અને લેટેસ્ટ, હાઇટેક કારો જેવી કે Toyota, Citroen, Maruti Suzuki અને હ્યૂન્ડાઇની એન્ટ્રી થવાની છે, જુઓ અહીં કઇ કઇ કારો છે લિસ્ટમાં.....  


ટોયૉટા ઇનૉવા ક્રિસ્ટા ડીઝલ - 
થોડાક સમયના બ્રેક બાદ ટૉયોટાની ઇનૉવા ક્રિસ્ટા ડીઝલને ફરી પાછી માર્કેટમાં આવી રહી છે. આ વેરિએન્ટને બંધ થયા પહેલા ક્રિસ્ટા માત્ર 2.7- લીટર પેટ્રૉલ એન્જિનની સાથે વેચાઇ રહી હતી, જ્યારે હવે આનું માત્ર 2.4- લીટર ડીજલની સાથે વેચાણ કરવામાં આવશે. આ પહેલો મોકો છે, જ્યારે કંપનીના બે મૉડલ્સનું વેચાણ કરશે. આ કારમાં ફેરફાર તરીકે એક અપડેટેડ ફ્રન્ટ બમ્પર, ગ્રિલ અને ફૉગ લેમ્પ હાઉસિંગ પણ આપવામાં આવ્યું છે. 


બ્રિઝા સીએનજી - 
જલદી જ Brezzaનુ સીએનજી વર્ઝન માર્કેટમાં આવવાનુ છે. આ દેશની પહેલી ઓટોમેટિક ગિયરબૉક્સની સાથે આવનારી CNG કાર હશે, આ કારમાં 1.5- લીટર K15C DualJet પેટ્રૉલ એન્જિન મળશે, જે Ertiga અને XL6 માં પણ મળે છે. આ એન્જિન સીએનજી પર 88hp નો પૉવર અને 121.5 Nm નો ટૉર્ક જનરેટ કરી શકે છે. બ્રિઝામાં 5- સ્પીડ મેન્યૂઅલ ગિયરબૉક્સની સાથે 6- સ્પીડ ઓટોમેટિક ટૉર્ક કન્વર્ટરનો પણ ઓપ્શન મળશે. 


Citroen eC3 ઇલેક્ટ્રિક કાર - 
સિટ્રૉન ઇસી3, EV હેચબેક સેગમેન્ટમાં સૌથી નવી કાર છે, જે માર્કેટમાં આવવાની છે. આ કાર C3 હેચબેકનું ફૂલ ઇલેક્ટ્રિક વર્ઝન છે. કંપની આ કારને દેશની બહાર પણ નિકાશ કરશે. આ પોતાના ICE મૉડલના બિલકુલ સમાન દેખાય છે. બસ આમાં ટેલ પાઇપ નથી અને ફ્રન્ટ ફેન્ડરમાં ચાર્જિંગ પૉર્ટ આપવામાં આવ્યો છે. અંદરની બાજુએ આમાં ગિયર લીવરની જગ્યાએ એક નવો ડ્રાઇવ સિલેક્ટર આપવામાં આવ્યો છે. eC3માં 29.2kWhની બેટરી લાગેલી છે, જે 320km ની ARAI- સર્ટિફાઇડ રેન્જની સાથે ઉપલબ્ધ છે. આના ફ્રન્ટ એક્સલ માઉન્ટેડ ઇલેક્ટ્રિક મૉટર 57hpની પાવર અને 143 Nm નો મેક્સિમમ ટૉર્ક જનરેટ કરી શકે છે.  


Hyundai વર્ના -
હ્યૂન્ડાઇ જલદી જ નેક્સ્ટ જનરેશન હ્યૂન્ડાઇ વરનાને લૉન્ચ કરી શકે છે. આનું ટેસ્ટિંગ પણ કરવામાં આવી રહી છે. નવી Vernaમાં Ioniq 5ની જેમ એક ટ્વીન સ્ક્રીન સેટઅપ મળશે. સાથે જ આમાં ADAS નો પણ સપોર્ટ મળશે. આ કારમાં અવેલેબલ 1.5- લીટર પેટ્રૉલ એન્જિનની સાથે જ એક 1.5- લીટર ટર્બો પેટ્રૉલનો પણ ઓપ્શન મળશે. 


 


Car loan Information:

Calculate Car Loan EMI