Honda Motors: જાપાની કાર નિર્માતા કંપની ટૂંક સમયમાં ભારતમાં તેના ડીઝલ વાહનોનું વેચાણ બંધ કરવા જઈ રહી છે. Honda Amaze ડીઝલ હમણાં જ બંધ કરવામાં આવી છે, જ્યારે WR-V અને Jazz હેચબેકનું વેચાણ પણ એપ્રિલ પહેલા બંધ કરશે, જ્યારે 4th Gen City પણ હવે ભારતમાં કંપનીની લાઇનઅપનો ભાગ નહીં રહે. ત્યાર બાદ એપ્રિલ 2023થી ભારતમાં ફક્ત હોન્ડા સિટી અને અમેઝના પેટ્રોલ મોડલ જ વેચાણ માટે ઉપલબ્ધ રહેશે. જો કે, કંપની 2023ના મધ્યમાં તેની નવી મિડ-સાઇઝ એસયુવીને લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે.


નવી SUV દિવાળી સુધીમાં આવશે


કંપનીએ તેની આગામી નવી મિડસાઇઝ એસયુવીનું ફોટો ટીઝર રિલીઝ કર્યું છે, જે એપ્રિલ અથવા મે 2023 દરમિયાન લોંચ કરી શકાય છે. જ્યારે તેનું વેચાણ દિવાળી સુધી શરૂ થઈ શકે છે. હોન્ડાએ ભારતીય રસ્તાઓ પર ફેસલિફ્ટેડ સિટી સેડાનનું પરીક્ષણ પણ શરૂ કર્યું છે, જે માર્ચ-એપ્રિલ 2023 માં લોન્ચ થઈ શકે છે, કારણ કે નવા રિયલ-ડ્રાઈવિંગ એમિશન નોર્મ્સ એટલે કે BS6 સ્ટેજ 2 એપ્રિલથી દેશમાં લાગુ થવાના છે.


કેવા હશે ફિચર્સ


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નવી Honda SUVમાં નવા એકોર્ડ અને CR-V જેવી તમામ ઈલેક્ટ્રોનિક આર્કિટેક્ચર અને સ્ક્રીન સિસ્ટમ જોવા મળશે. આ કારમાં નવી 10.2-ઇંચ ડિજિટલ ડ્રાઇવર ડિસ્પ્લે અને 12.3-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળી શકે છે. તેની સાથે તેમાં હોન્ડા સેન્સિંગ કેમેરા આધારિત ADAS પણ મળી શકે છે. તેમાં ફ્રન્ટ કોલિઝન ઓટો બ્રેકિંગ, રોડ ડિપાર્ચર મિટિગેશન, લેન કીપ આસિસ્ટ, એડેપ્ટિવ ક્રૂઝ કંટ્રોલ અને હાઈ-બીમ આસિસ્ટ જેવા ફીચર્સ મળશે.


પાવરટ્રેન


નવી Honda SUVમાં 1.5-લિટર i-VTEC પેટ્રોલ એન્જિન અને 1.5-લિટર એટકિન્સન સાયકલ એન્જિન મળશે, તેમજ બે ઇલેક્ટ્રિક મોટર્સ સાથે e:HEV હાઇબ્રિડ ટેક્નોલોજીથી સજ્જ હશે. હાલમાં તે સિટી સેડાનમાં પણ જોવા મળે છે. હાઇબ્રિડ વેરિઅન્ટને સિંગલ ફિક્સ-ગિયર રેશિયો સાથે ત્રણ ડ્રાઇવ મોડ્સ - એન્જિન, ઇવી અને હાઇબ્રિડની પસંદગી મળશે. 


સિટી ફેસલિફ્ટ ટૂંક સમયમાં આવશે


નવી હોન્ડા સિટી ફેસલિફ્ટના આંતરિક અને બહારના ભાગમાં કેટલાક કોસ્મેટિક ફેરફારો જોવા મળશે. તેમાં નવા એલોય અને અપડેટેડ ટેલ-લાઈટ્સ, વિશાળ ક્રોમ બાર સાથે મોટી ગ્રિલ, મોટો એર-ડેમ અને નવા ફોગ લેમ્પ હાઉસિંગ જેવા ફેરફારો જોવા મળશે. ઉપરાંત, તે વાયરલેસ Apple CarPlay અને Android Auto સાથે અપડેટેડ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ મેળવવાની સંભાવના છે. આ નવા મોડલમાં ડીઝલ એન્જિન ઉપલબ્ધ નહીં હોય. તે વર્તમાન 1.5L NA પેટ્રોલ અને એટકિન્સન સાયકલ 1.5L પેટ્રોલ હાઇબ્રિડ પાવરટ્રેન યથાવત રાખશે.


કોની સાથે થશે ટક્કર?


હોન્ડાની નવી SUV ભારતીય બજારમાં લોન્ચ થયા બાદ Hyundai Creta, Kia Seltos, MG Aster અને Maruti Grand Vitara સાથે સ્પર્ધા કરશે. ટીઝરની તસવીરો દર્શાવે છે કે નવી SUV નવી CR-V અને HR-Vનું મિશ્રણ હશે. તેમાં કૂપ સ્ટાઈલની રૂફલાઈન મળશે, જે નવી પેઢીના HR-Vમાં પણ જોવા મળે છે.


Car loan Information:

Calculate Car Loan EMI