New SUVs: ભારતીય માર્કેટમાં આજકાલ મોટી મોટી ઓટોમોબાઇલ કંપનીઓ પોતાની દમદાર કારો લૉન્ચ કરી રહી છે, હવે આ કડીમાં આ મહિનામાં વધુ લેટેસ્ટ કારોનો ઉમેરો થઇ શકે છે. જૂન 2023માં ભારતીય બજારમાં બે SUV કારની એન્ટ્રી થવા જઈ રહી છે. મારુતિ સુઝુકી 7 જૂને પોતાની 5-દરવાજાની જીમ્ની લૉન્ચ કરવા માટે તૈયાર છે, હૉન્ડા 6 જૂન, 2023ના રોજ પોતાની સ્થાનિક રીતે વિકસિત એલિવેટ એસયુવી લૉન્ચ કરવા માટે તૈયાર છે, જ્યારે મર્સિડીઝ-બેન્ઝ 22 જૂને તેના SL રોડસ્ટર SL55ને માર્કેટમાં લૉન્ચ કરશે.


મારુતિ સુઝુકી જિમ્ની - 
મારુતિ સુઝુકીએ પોતાની 5-ડૉર જિમ્ની લાઇફસ્ટાઇલ SUV માટે ઓનલાઈન અથવા નેક્સા ડીલરશીપ પર પહેલેથી જ પ્રી-ઓર્ડર શરૂ કરી દીધા છે, જે ગ્રાહકો 25,000માં બુક કરાવી શકે છે. કંપનીને અત્યાર સુધીમાં 30,000થી વધુ યૂનિટના ઓર્ડર મળ્યા છે. આ કાર માટે હાલમાં 6 મહિનાનો વેઇટિંગ પીરિયડ છે. જિમ્નીને 1.5-લિટર K15B 4-સિલિન્ડર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન મળે છે, જે 103bhp પાવર અને 134Nm ટોર્ક જનરેટ કરે છે. આમાં 5-સ્પીડ મેન્યુઅલ અને 4-સ્પીડ ટૉર્ક કન્વર્ટર ઓટૉમેટિકનો ઓપ્શન મળે છે.


એન્જિન અને વેરિએન્ટ્સ  - 
મારુતિ જિમ્નીના મેન્યૂઅલ પેટ્રૉલ વેરિઅન્ટને 16.94 કિમી પ્રતિ લિટરની માઈલેજ મળવાનો દાવો કરવામાં આવ્યો છે. જ્યારે આનું ઓટોમેટિક વર્ઝન 16.39 km/l ની માઈલેજ મેળવે છે. જિમ્ની લાઇફસ્ટાઇલ SUV મેન્યૂઅલ ટ્રાન્સફર કેસ સાથે સુઝુકીની AllGrip Pro AWD (ઑલ-વ્હીલ ડ્રાઇવ) સિસ્ટમ સાથે 2WD હાઇ, 4WD હાઇ અને 4WD લો વેરિઅન્ટમાં અને 3 મૉડ્સ સાથે લો રેન્જ ગિયરબૉક્સમાં ઉપલબ્ધ હશે. તે લાઇનઅપમાં Zeta અને Alpha જેવા બે ટ્રિમ્સમાં ઓફર કરવામાં આવશે.


હૉન્ડા એલીવેટ - 
જાપાનીઝ ઓટોમેકર 6 જૂને ભારતમાં પોતાની મધ્યમ કદની SUV લૉન્ચ કરવા જઈ રહી છે. આ નવી SUVની કિંમતો આ વર્ષે ઓગસ્ટમાં લૉન્ચ થવાની શક્યતા છે. આ SUV 5મી જનરેશન સિટી પ્લેટફોર્મ પર આધારિત હશે. ઉપરાંત તે સિટી જેવું જ 1.5-લિટર 4-સિલિન્ડર નેચરલી એસ્પિરેટેડ પેટ્રૉલ એન્જિન હશે, જે 121bhp પાવર અને 145Nm ટૉર્ક જનરેટ કરે છે. તે કંપનીનું 1.5L પેટ્રૉલ-હાઈબ્રિડ સેટઅપ પણ મળશે એવી શક્યતા છે જે સિટી હાઈબ્રિડમાં ઉપલબ્ધ છે. તેમાં 6-સ્પીડ મેન્યૂઅલ અને CVT ઓટૉમેટિક ટ્રાન્સમિશન મળશે. કેટલાક પસંદગીના હૉન્ડા ડીલરોએ SUV માટે 11,000 થી 21,000ની ટૉકન રકમ પર પ્રી-ઓર્ડર લેવાનું શરૂ કરી દીધું છે.


 


Car loan Information:

Calculate Car Loan EMI