Upcoming Tata Cars: માર્કેટમાં ટાટા કંપની પોતાની નવી કારોને લઇને આવી રહી છે, જે ગ્રાહકો માટે ખુબ જ આરામદાયક રહેશે. તાજેતરમાં પોતાના પૉર્ટફોલિયોમાં નવા નેક્સૉન ઉમેર્યા પછી ટાટા ભારતીય બજારમાં તેના આગામી લૉન્ચની તૈયારી કરી રહ્યું છે. નવી ટાટા સફારી અને હેરિયર ફેસલિફ્ટ તાજેતરમાં લૉન્ચ કરાયેલા નવા નેક્સૉન જેવા કેટલાય અપડેટ્સ સાથે લૉન્ચ કરવામાં આવશે.


ડિઝાઈનની વાત કરીએ તો તેમાં મોટાભાગની ડિઝાઈન અલગ-અલગ જોવા મળશે. જેનો શ્રેય સ્પ્લિટ હેડલેમ્પ/ડીઆરએલ ટ્રીટમેન્ટ સાથે આગળના ભાગમાં સંપૂર્ણ લંબાઈના લાઇટ બારને જાય છે. તેમાં કરવામાં આવેલો સૌથી મોટો ફેરફાર ફૂલ લેન્થ LED લાઈટ બાર છે. જોકે, અમે બમ્પર ડિઝાઇનના સંદર્ભમાં અપડેટ્સની પણ અપેક્ષા રાખીએ છીએ. આ ઉપરાંત નવા એલૉય વ્હીલ્સની સાથે બાજુ અને પાછળના ભાગમાં પણ ફેરફાર જોવા મળશે. આ ઉપરાંત પાછળના ભાગમાં કનેક્ટેડ LED લાઇટ્સ પણ જોવા મળશે. ટાટા મૉટર્સ આ વાહનોને નવા રંગોમાં પણ રજૂ કરી શકે છે.


કેબિન વિશે વાત કરીએ તો, નવા ડિજિટલ કંટ્રોલના રૂપમાં ટચ કંટ્રોલ સાથે મોટી ટચસ્ક્રીન સેટ-અપ સાથે હાલના દેખાવને મોટાભાગે અપડેટ કરવામાં આવશે. આમાંના કેટલાક ફેરફારો આપણે પહેલેથી જ રેડ ડાર્ક સફારી/હેરિયરમાં જોયા છે, જેમાં 360 ડિગ્રી કેમેરા અને વધુનો સમાવેશ થાય છે. ઈન્ફૉટેનમેન્ટ સિસ્ટમને ઓવરહૉલ કરવામાં આવશે અને સેન્ટર કન્સૉલ પરના ક્લાઈમેટ કંટ્રોલ્સમાં ભૌતિક ટૉગલ સ્વીચો સાથે ટચ કંટ્રોલ હશે. આ ઉપરાંત અમે અપહોલ્સ્ટ્રીમાં વધુ ફેરફારોની પણ અપેક્ષા રાખી શકીએ છીએ.


પાવરટ્રેનના સંદર્ભમાં કોઈ ફેરફાર જોવામાં આવશે નહીં. મેન્યૂઅલ અને ઓટોમેટિક ઓપ્શનો સાથે હાલના ડીઝલ એન્જિન ઓફરમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. ટર્બો પેટ્રોલ પણ હશે, જે આખરે રજૂ કરવામાં આવશે, પરંતુ હજુ સુધી નહીં. આ અપડેટ્સને કારણે, ટાટા સફારી/હેરિયર ફેસલિફ્ટની કિંમતમાં થોડો વધારો થવાની અપેક્ષા રાખી શકાય છે.


નવા લૂક અને નવા ફિચર્સને કારણે ટાટાની આ ફ્લેગશિપ SUVની આકર્ષણ વધુ વધશે. સ્થાનિક બજારમાં નવી સફારી/હેરિયર આ સેગમેન્ટના વાહનો જેમ કે Mahindra XUV700, MG Hector સાથે સ્પર્ધા કરશે.


                                                                                


Car loan Information:

Calculate Car Loan EMI