Volkswagen Taigun : જો તમે આ તહેવારોની સિઝનમાં ફોક્સવેગન ટાઈગુન ખરીદો છો, તો તમે 1 લાખ રૂપિયા બચાવી શકો છો. ફોક્સવેગન દિવાળીના ખાસ અવસર પર આ વાહન પર ભારે ડિસ્કાઉન્ટ આપી રહી છે. દિવાળીના તહેવાર પર જો તમે કાર લેવાનું વિચારી રહ્યા હોય તો ફોક્સવોગન ટાઈગુન કાર પર ખૂબ જ શાનદાર ડિસ્કાઉન્ટ તમને મળી રહ્યું છે. ચાલો જાણીએ એમાં શું ખાસ છે ?
ફોક્સવેગન ટાઈગુન દિવાળી ડિસ્કાઉન્ટ ઓફર
ફોક્સવેગન આ તહેવારોની સિઝનમાં ટાઈગુન પર રૂ. 1 લાખ સુધીના લાભો ઓફર કરી રહી છે. ટાઈગુન મિડ-સાઈઝ એસયુવીના લોઅર વેરિઅન્ટ્સ રૂ. 65,000 સુધીના ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે, જ્યારે હાઈ-એન્ડ વેરિઅન્ટ્સ રૂ. 1 લાખ સુધીના લાભો મેળે છે.
તેનું એન્જિન કેટલું શક્તિશાળી છે ?
ટાઈગુન અને તેની જોડિયા, સ્કોડા કુશક, બે ટર્બો-પેટ્રોલ એન્જિન સાથે ઓફર કરવામાં આવે છે. આમાં 1.0-લિટર TSI શામેલ છે જે 113 bhp અને 178 Nm પીક ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. આ સિવાય તેમાં 1.5-લિટર TSI એન્જિન છે, જે 148 bhpનો પાવર અને 250 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. 1.0L એન્જિન 6-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે આવે છે, જ્યારે બાદમાં 7-સ્પીડ DSG વિકલ્પ મળે છે. બંને એન્જિન સાથે 6-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સ્ટાન્ડર્ડ તરીકે ઉપલબ્ધ છે.
ટાઈગુનની આ સ્પેશિયલ એડિશન 2 નવેમ્બરે લૉન્ચ થઈ
ફોક્સવેગને જીટી એજ ટ્રેલ એડિશનમાં તેની ટાઈગુન એસયુવી લોન્ચ કરી છે. ભારતની સૌથી સુરક્ષિત SUV નું આ રીબેજ કરેલ વર્ઝન પડકારરૂપ ટેરેન હેન્ડલિંગ ક્ષમતાઓનું વચન આપે છે. કંપનીએ તેની પ્રારંભિક કિંમત 16.29 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) રાખી છે.
તેનું એન્જિન કેટલું શક્તિશાળી ?
ટાઈગુન ટ્રેલ વેરિઅન્ટ સમાન 1.5-લિટર TSI ટર્બો પેટ્રોલ એન્જિન સાથે સંચાલિત થશે, જે 6-સ્પીડ મેન્યુઅલ અથવા 7-સ્પીડ ડ્યુઅલ-ક્લચ ગિયરબોક્સ વિકલ્પો સાથે આવે છે. આ એન્જિન 148 bhpનો પાવર અને 250 Nmનો પીક ટોર્ક ઉત્પન્ન કરવામાં સક્ષમ છે.
શાનદાર ડ્રાઇવિંગ અનુભવ
તેના 2.0 લિટર એન્જિનમાં પર્યાપ્ત પંચ છે અને સ્ટીયરિંગ પણ વધારે ભારે નથી લાગતું. અન્ય એસયૂવીની તુલનામાં નાના ડાઈમેન્શન અને પેટ્રોલ એન્જિન સાથે ઓલ-વ્હીલ ડ્રાઇવ સિસ્ટમ તેને ઓફ-રોડ દરમિયાન વધારે સક્ષમ બનાવે છે.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial
Car loan Information:
Calculate Car Loan EMI