Volvo XC60 Black Edition: વોલ્વોએ તેના 2024 XC60 મોડલ માટે બ્લેક એડિશન વેરિઅન્ટ રજૂ કર્યું છે. તેના લૂક અને પ્રેજન્સ સ્ટાઈલિંગને વધારતા  કંપનીએ તેમાં એક શાઈનિંગ બ્લેક લોગો અને વર્ડમાર્ક આપ્યો છે. આ વેરિઅન્ટમાં ગ્લોસ-બ્લેક 21-ઇંચના ફાઇવ-સ્પોક એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે.  જ્યારે બોડીને બ્લેક ઓનિક્સ પેન્ટ સાથે ખૂબ જ શાનદાર લુક આપવામાં આવ્યો છે.  લૂકમાં આ કાર ખૂબ જ શાનદાર લાગી રહી છે.  નવી Volvo XC60ની બ્લેક એડિશનમાં બે પાવરટ્રેન ઓપ્શન આપવામાં આવ્યા છે. 


XC60 બ્લેક એડિશન ઈન્ટિરિયર


Volvo XC60 બ્લેક એડિશનના ઈન્ટિરિયરની વાત કરીએ તો તેને બ્લેક હેડલાઈનર અને ચારકોલ ઈન્ટિરિયર્સ સાથે ડિઝાઈન કરવામાં આવ્યું છે. તે બે સીટ અપહોલ્સ્ટરી વિકલ્પોમાં ઓફર કરવામાં આવે છે. તેના ઈન્ટિરિયરના સરફેસિંગમાં  કોન્ટ્રાસ્ટિંગ મેશ એલ્યુમિનિયમ એક્સેન્ટ અને ઓરેફોર્સ ક્રિસ્ટલ ગિયર શિફ્ટ નોબ પણ જોડવામાં આવ્યું છે. 


2024 વોલ્વો XC60 બ્લેક એડિશન પાવરટ્રેન્સ


નવી Volvo XC60ની બ્લેક એડિશનમાં બે પાવરટ્રેન ઓપ્શન આપવામાં આવ્યા છે. પ્રથમ વિકલ્પ B5 છે, જે 48-V માઈલ્ડ-હાઇબ્રિડ ટેક્નોલોજી સાથે ચાર-સિલિન્ડર એન્જિનથી સજ્જ છે, આ સેટઅપ 4.5 સેકન્ડમાં 96 કિમી/કલાકની ઝડપ પકડી શકે છે, અને 244 Bhp ની પાવર મળે છે. જ્યારે બીજો વિકલ્પ T8 છે જે એક પ્લગ-ઇન હાઇબ્રિડ પાવરટ્રેન છે જે 449 Bhp પાવર જનરેટ કરે છે, જેની સાથે કાર માત્ર 4.5 સેકન્ડમાં 60 mphની ઝડપ પકડી શકે છે. બંને પાવરટ્રેન વિકલ્પોમાં અલગ-અલગ પરફોર્મન્સ, પાવર અને ડ્રાઇવિંગના અનુભવને મહેસૂસ કરી શકે છે. 


XC60 બ્લેક એડિશનમાં રિફાઇનમેન્ટ સાથે 2022 માં લોન્ચ થનારી   S60 બ્લેક એડિશન સાથે ઘણી સામ્યતા ધરાવે છે. વોલ્વોએ 2022 માટે S60 બ્લેક એડિશન સેડાનના માત્ર 450 યુનિટ ઉપલબ્ધ કરાવ્યા હતા, જો કે, 2024 Volvo XC60 બ્લેક એડિશન માટે આવી કોઈ મર્યાદા નક્કી કરવામાં આવી નથી. ભારતમાં આ કારનું વેચાણ 2023ના ચોથા ક્વાર્ટરમાં શરૂ થવાની શક્યતા છે. 


આ કારની સાથે સ્પર્ધા થશે


આ કાર મર્સિડીઝ બેન્ઝ જીએલસી ક્લાસ સાથે સ્પર્ધા કરે છે. તે બે વેરિઅન્ટ અને બે પાવરટ્રેન વિકલ્પોમાં ઉપલબ્ધ છે. તેની એક્સ-શોરૂમ કિંમત રૂ. 73.50 લાખથી શરૂ થાય છે.  


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial


 


 


 


 


 


 


Car loan Information:

Calculate Car Loan EMI