World's first CNG bike: તમે પેટ્રોલ કે બેટરી પર ચાલતી બાઈક તો જોઈ હશે, પરંતુ હવે ટૂંક સમયમાં તમને માર્કેટમાં CNG બાઈક પણ જોવા મળશે. ભારતીય કંપની બજાજ ઓટો વિશ્વની પ્રથમ CNG બાઇક લૉન્ચ કરશે. કંપની આગામી ક્વાર્ટરમાં આ બાઇકને લૉન્ચ કરવા જઈ રહી છે. કંપનીના એમડીએ મંગળવારે આ માહિતી આપી હતી. 'બજાજ સીએનજી બાઇક તે કરી શકે છે જે હીરો હોન્ડાએ કર્યું હતું અને તે ઇંધણની કિંમત અડધી કરી શકે છે', તેમણે એક મુલાકાતમાં જણાવ્યું હતું.


ઇંધણના ખર્ચને ઘટાડવો 
બજાજે જણાવ્યું હતું કે ઇંધણ ખર્ચ અને સંચાલન ખર્ચમાં 50 થી 65 ટકાનો ઘટાડો થયો છે. કાર્બન ઉત્સર્જન ICE વાહનો કરતાં ઓછું હતું. CNG પ્રોટોટાઇપમાં કાર્બન ડાયોક્સાઇડમાં 50 ટકા, કાર્બન મોનોક્સાઇડમાં 75 ટકા અને નોન-મિથેન હાઇડ્રોકાર્બન ઉત્સર્જનમાં લગભગ 90 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.


અત્યાર સુધીની સૌથી મોટી પલ્સર બાઇક 
આ ઉપરાંત, બજાજ ઓટો પણ નાણાકીય વર્ષ 2025ની શરૂઆતમાં 'સૌથી મોટી પલ્સર' લૉન્ચ કરવા જઈ રહી છે. કંપનીએ કહ્યું કે તેનું ફોકસ 125 સીસીથી ઉપરના સેગમેન્ટ પર છે. બજાજ ઓટો ઈલેક્ટ્રિક બાઈક પર પણ ઘણું કામ કરી રહી છે. કંપનીએ ઇલેક્ટ્રિક બાઇક શેરિંગ પ્લેટફોર્મ યુલુ બાઇક્સમાં પણ તેનો હિસ્સો વધાર્યો છે. બજાજે Yulu Bikesમાં 45.75 કરોડનું વધારાનું રોકાણ કર્યું છે. આ સાથે યુલુ બાઈક્સમાં બજાજ ઓટોની ભાગીદારી વધીને 18.8 ટકા થઈ ગઈ છે. બજાજ ઓટોએ વર્ષ 2019માં યુલુ બાઈક્સમાં લગભગ રૂ. 66 કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી.






બજાજ ઓટોના શેરોમાં તેજી 
બજાજ ઓટોના શેર બુધવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં ઉછાળા સાથે બંધ થયા હતા. શેર 1.79 ટકા અથવા 146.65ના ઉછાળા સાથે 8351.80 પર બંધ થયો હતો. આ સ્ટૉકની 52 સપ્તાહની ઊંચી સપાટી 8,650 રૂપિયા છે. જ્યારે 52 સપ્તાહની નીચી કિંમત 3,692.15 રૂપિયા છે. BSE પર કંપનીનું માર્કેટ કેપ રૂ. 2,36,506.07 કરોડ પર પહોંચી ગયું છે.






--


Car loan Information:

Calculate Car Loan EMI