Mahindra & Mahindra: કાર કંપની મહિન્દ્રા કે જે તેની શક્તિશાળી SUV કાર માટે જાણીતી છે. તેની XUV 700 તેની સૌથી લોકપ્રિય SUV SUVમાંની એક છે જેના કેટલાક યૂનિટ્સને કંપનીએ પાછા ખેંચવાનું નક્કી કર્યું છે. કંપની આ કારને અગાઉ પણ રિકોલ કરી ચૂકી છે. હવે આ વાહનમાં એક નવી ખામી જોવા મળી છે જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.


શા માટે મોડલ્સ પાછા ખેંચાયા?


રિપોર્ટ્સ અનુસાર XUV 700 SUVના સસ્પેન્શનમાંથી આવતા અવાજની સમસ્યાને કારણે મહિન્દ્રાએ ફરી એકવાર તેની લક્ઝરી SUVને પરત મંગાવી છે. છેલ્લા કેટલાક સમયથી ઘણા ગ્રાહકો આ સમસ્યાને લઈને ફરિયાદ કરી રહ્યા હતા. ત્યાર  બાદ મહિન્દ્રાએ આ નિર્ણય લીધો છે.


કેટલી કાર પરત બોલાવવામાં આવશે


રિપોર્ટ્સ અનુસાર આ VINનો કટ ઓફ N6K18709 છે. એટલે કે આ અગાઉ ઉત્પાદિત તમામ XUV700 SUVને રિકોલ કરવામાં આવશે.


કોઈ જ ચાર્જ નહીં લેવાય


જો તમે પણ XUV 700 ગ્રાહક હોવ તો તમારે તમારું વાહન રિકોલ હેઠળ આવરી લેવામાં આવ્યું છે કે નહીં તે તપાસવા તમારે કંપનીની વેબસાઇટ અથવા નજીકના ડીલરની મુલાકાત લેવાની રહેશે. જો તમારું વાહન પણ રિકોલ કરવામાં આવ્યું હોય, તો મહિન્દ્રા સમસ્યાનું કોઈ જ પ્રકારનો ચાર્જ લીધા વગર નિવારણ કરી આપશે.


આ ભાગો બદલવામાં આવશે


રિપોર્ટ્સ અનુસાર કંપનીએ માહિતી આપી છે કે, જે યુનિટમાં આ સમસ્યા જોવા મળી છે તેના ફ્રન્ટ લોઅર આર્મ અને રિયર કંટ્રોલ બુશ જેવા સસ્પેન્શન પાર્ટ્સને બદલવામાં આવશે.

Jio Down: ત્રણ કલાક સુધી Jio ની કૉલિંગ, SMS સેવાઓ ડાઉન; ટ્વિટર પર વપરાશકર્તાઓ કરી ફરિયાદ


ભારતના સૌથી લોકપ્રિય ટેલિકોમ ઓપરેટરોમાંની એક Jio ની સર્વિસ આજે વહેલી સવારે ડાઉન થવાની ફરિયાદ સામે આવી હતી. ઘણા Jio વપરાશકર્તાઓ કૉલ કરવા અથવા પ્રાપ્ત કરવામાં તેમજ SMS નો ઉપયોગ કરવામાં અસમર્થ હતા. જિઓની સેવા દેશમાં 29 નવેમ્બરના રોજ વહેલી સવારે 6 વાગ્યાથી વપરાશકર્તાઓ દ્વારા સમસ્યાઓની જાણ કરવા સાથે ડાઉન થઈ હતી અને સવારે 9 વાગ્યા સુધી સેવાઓ ડાઉન હતી.


અગાઉના કેટલાક આઉટેજથી વિપરીત, સેવાઓમાં ત્રણ કલાકના લાંબા વિક્ષેપમાં મોટાભાગના Jio વપરાશકર્તાઓ માટે મોબાઇલ ડેટા બરાબર કામ કરતો હતો, અને માત્ર કૉલિંગ અને SMS સેવાઓને અસર થઈ હતી.


Car loan Information:

Calculate Car Loan EMI