Automotive Industry 2021 Updates: વર્ષ 2021 પુરુ થવામાં છે. આ વર્ષના હવે ગણતરીના દિવસો જ બાકી છે. વર્ષ 2022ને આવકારતા પહેલા ચાલો જોઈએ કે આ વર્ષ ઓટો ઉદ્યોગ માટે કેવું રહ્યું. વર્ષ 2021 માં ઓટો ઉદ્યોગમાં ઘણા મોટા વિકાસ થયા, જેમાંથી અમે તમને પાંચ મોટા ઘટનાક્રમ અંગે જણાવવા જઈ રહ્યા છીએ. આ વર્ષે ઓટો ઉદ્યોગે સેમિકન્ડક્ટર ચિપની અછતથી લઈને ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં તેજી સુધી બધું જ જોયું.
સેમિકન્ડક્ટરની અછત
કોરોના વાયરસના સંક્રમણને કારણે સર્જાયેલી પરિસ્થિતિએ સમગ્ર વિશ્વને સેમિકન્ડક્ટર ચિપ્સની તીવ્ર અછતનો સામનો કરવાની ફરજ પડી છે. આના કારણે ઓટો ઉદ્યોગ પર ભારે અસર પડી હતી. કારના ઉત્પાદનમાં ઘટાડો થયો છે, જેના કારણે સ્થિતિ એવી છે કે ભારતમાં જ લગભગ સાત લાખ લોકો તેમની કારની ડિલિવરી માટે રાહ જોઈ રહ્યા છે પરંતુ કાર કંપનીઓ કારની ડિલિવરી કરી શકતી નથી.
ઇલેક્ટ્રિક વાહનોમાં તેજી અને વેચાણ વધ્યું
વર્ષ 2021 એ વાતનું પણ સાક્ષી બન્યું કે આવનારો સમય ઈલેક્ટ્રિક વાહનોનો છે કારણ કે વર્ષ 2021માં ઈલેક્ટ્રિક વાહનોના વેચાણમાં ખૂબ જ ઝડપથી વધારો થયો છે. આ સાથે વર્ષ 2021 માં ઘણા ઇલેક્ટ્રિક વાહનો લૉન્ચ કરવામાં આવ્યા હતા પછી તે કાર હોય કે ટુ વ્હીલર. પરિણામે લોકો પાસે હવે સંપૂર્ણ શ્રેણી છે જેમાંથી તેઓ પોતાના માટે ઇલેક્ટ્રિક વાહનો પસંદ કરી શકે છે. સરકારે FAME II યોજના હેઠળ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર પરનો GST પણ ઘટાડી દીધો છે.
નવો મોટર વ્હીકલ એક્ટ
દેશમાં નવો સેન્ટ્રલ મોટર વ્હીકલ (26મો સુધારો) અધિનિયમ, 2021 (Central Motor Vehicles (26th Amendment) Rules, 2021) લાગુ કરવામાં આવ્યો હતો. તેમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા હતા. સૌથી મોટો ફેરફાર દંડને લગતો હતો. સરકારે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા લોકો પર લગાવવામાં આવતા દંડમાં અનેકગણો વધારો કર્યો છે. જો કે આ અંગે વિવાદ થયો હતો પરંતુ હાલમાં આ કાયદો લાગુ છે.
ફોર્ડ મોટરે ભારતમાં બિઝનેસ મર્યાદીત કર્યો
ફોર્ડ મોટરે આ વર્ષે ભારતીય બજારમાં તેનો બિઝનેસ મર્યાદિત કરવાનો નિર્ણય લીધો છે. કંપની ભારતમાં તેના બંને મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ બંધ કરશે અને માત્ર આયાતી વાહનોનું જ વેચાણ કરશે.
દિલ્હીમાં 10-15 વર્ષ જૂના વાહનો પર પ્રતિબંધની જાહેરાત
દિલ્હી સરકારે આ વર્ષે 1 જાન્યુઆરીથી દિલ્હીમાં 10 વર્ષ જૂના ડીઝલ અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનો પર પ્રતિબંધની જાહેરાત કરી હતી. આ સાથે આગામી વર્ષ આવતાની સાથે જ દિલ્હીના રસ્તાઓ પરથી લાખો વાહનો ગાયબ થઈ જશે. આ તમામ જૂની કારનું રજીસ્ટ્રેશન પણ રદ કરવામાં આવશે.
Car loan Information:
Calculate Car Loan EMI