નવી દિલ્હી: સરકાર તરફથી સતત સમર્થન અને પેટ્રોલ ડીઝલના વધતા ભાવને જોતા લોકો હવે ઈલેક્ટ્રીક વાહનો તરફ વળી રહ્યા છે. જેના કારણે ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ સતત વધી રહ્યું છે. જો 2021ની સરખામણી કરવામાં આવે તો 2022 ઈલેક્ટ્રિક વાહનો અને ખાસ કરીને ઈ-કારના વેચાણ માટે શ્રેષ્ઠ વર્ષ રહ્યું છે. 2022 ના નાણાકીય વર્ષથી એટલે કે એપ્રિલ સુધીમાં ચાર લાખથી વધુ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ થયું છે. જેમાં કાર, ટુ વ્હીલર અને થ્રી વ્હીલરનો સમાવેશ થાય છે.
હવે ઓટો નિષ્ણાતોને આશા છે કે 2023માં પણ ઈલેક્ટ્રિક વાહનોનું જબરદસ્ત વેચાણ જોવા મળશે. નિષ્ણાતોને આશા છે કે નવી ઈલેક્ટ્રિક કાર 2023માં લૉન્ચ થશે અને ટુ વ્હીલરના વેચાણનો આંકડો ઊંચો લઈ જશે.
આંકડાઓ પર નજર કરીએ તો 9 ડિસેમ્બર, 2022 સુધીમાં ભારતીય બજારમાં 4.43 લાખ ઈ-વ્હીકલનું વેચાણ થયું હતું. માત્ર ઓક્ટોબર મહિનામાં જ 1 લાખથી વધુ ઈ-વ્હીકલ યુનિટનું વેચાણ નોંધાયું હતું. 2020-21ના આંકડાઓ પર નજર કરીએ તો માત્ર 48179 યુનિટ્સ વેચાયા હતા. જ્યારે 2021-22માં આ સેલ 2.38 લાખ સુધી પહોંચી ગયો હતો.
2023 માં ઇલેક્ટ્રિક વાહનને લઈને ઘણી અપેક્ષાઓ છે. એવું માનવામાં આવે છે કે 2023માં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણનો આંકડો 6 લાખને પાર કરી શકે છે. તાજેતરમાં જ ભારતના ઉદ્યોગ પ્રધાન મહેન્દ્રનાથે પણ માહિતી આપી હતી કે કેન્દ્ર સરકારે હાઇબ્રિડ અને ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે ફેમ ઇન્ડિયા ફેઝ ટુ લાગુ કર્યો છે. આ અંતર્ગત લોકોને ઇલેક્ટ્રિક વાહનો લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. આ સાથે તેમના મેન્યુફેક્ચરિંગને પણ પ્રોત્સાહન આપવામાં આવશે.
ટાટાનો દબદબો
ટાટા મોટર્સ ઇલેક્ટ્રિક વ્હીકલ સેગમેન્ટમાં રાજ કરી રહી છે. કંપનીએ ઇલેક્ટ્રિક વ્હિકલ માર્કેટમાં 90 ટકા હિસ્સો જાળવી રાખ્યો છે. ટાટાએ અત્યાર સુધીમાં 36,000 થી વધુ ઈ-કારનું વેચાણ કર્યું છે અને કંપનીના જણાવ્યા અનુસાર, વર્ષના અંત સુધીમાં આ આંકડો 50,000ને સ્પર્શી જશે. ઓલા ઇલેક્ટ્રિકે ટુ વ્હીલર સેગમેન્ટમાં પોતાની પકડ બનાવી લીધી છે. કંપનીએ એપ્રિલથી નવેમ્બર વચ્ચે લગભગ 90 હજાર યુનિટનું વેચાણ નોંધાવ્યું છે.
Top Five: આ પાંચ એસયુવી કારો આવે છે લોકોને વધુ પસંદ, કિંમત પણ છે બજેટમાં........
Best Cars Under 15 Lakh in India: દેશમાં SUV કારની ઘણી માંગ છે, તેથી ભારતીય બજારમાં એકથી વધુ લક્ઝુરિયસ SUV કાર ઉપલબ્ધ છે. જો તમે પણ SUV કાર ખરીદવા માંગો છો અને તમારું બજેટ 15 લાખ રૂપિયા સુધીનું છે, તો આજે અમે તમને કેટલાક શ્રેષ્ઠ મોડલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ
Car loan Information:
Calculate Car Loan EMI