ભાવનગરમાં પોલીસે ખેડૂતને લાકડીઓથી ઝૂડ્યા, ટીયરગેસના શેલ છોડ્યા, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 13 May 2018 12:52 PM (IST)
1
મળતી વિગતો અનુસાર, ભાવનગરના ઘોઘા તાલુકામાં જમીન સંપાદનો વિરોધ કરી રહેલા ખેડૂતો પર પોલીસે પોલીસે 15થી 20 ટિયર ગેસના સેલ છોડ્યા, અને લાઠીચાર્જ કર્યો હતો. ખેડૂતો બાડીપાડવામાં જમીન સંપાદનનો વિરોધ કરી રહ્યા છે.
2
3
4
ભાવનગરઃ ભાવનગરમાં જમીન સંપાદન મામલે વિરોધ કરી રહેલા ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. ભાવનગરના ઘોઘાના બાડીપાડવામાં જમીન સંપાદનનો વિરોધ કરી રહેલા ખેડૂતોને વિખેરવા માટે પોલીસે ટિયર ગેસના સેલ છોડ્યા હતા.
5
6
પોતાના વિરોધને વ્યક્ત કરવા ખેડૂતોએ સુરકા ગામથી રેલી યોજવાનો પ્રારંભ કર્યો હતો. જેમાં 500થી વધુ ખેડૂતો જોડાયા હતા. આ રેલી જીપીસીએલ કંપનીની સાઈટ પર જવાઈ હતી. પોલીસ દમનને લઇને ખેડૂતોમાં રોષ વ્યાપ્યો હતો.