પોલીસ દમનના વિરોધમાં આજે ભાવનગરમાં પાટીદાર જનાક્રોશ રેલી, રેશમા, વરૂણ અને અતુલ પટેલની પોલીસે કરી અટકાયત
તાજેતરમાં ભાવનગર ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીના અભિવાદન સમારોહમાં 'જય સરદાર જય પાટીદાર'ના નારા લગાવનાર પાટીદાર યુવાનને પોલીસે ઢોર માર મારતા ઉપવાસ આંદોલન બાદ હવે આજે સવારે ૧૦ કલાકે ભાવનગરના હિરાબજાર નિર્મળનગરથી કલેકટર કચેરી સુધી વિશાળ જનાક્રોશ રેલી યોજાશે. આ રેલીમાં ગુજરાતમાંથી પાસ કન્વીનર ઉપરાંત પાટીદાર સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે. ઉપરાંત સૌ પ્રથમવાર ક્ષત્રિય, કોળી, બ્રહ્મસમાજ અને લઘુમતી કોમના લોકો પણ રેલીમાં જોડાશે. ભાવનગરના પાટીદાર સમાજના લોકો ધંધા બંધ રાખી રેલીમાં જોડાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદરમિયાન ગઈકાલે રેલી માટે અમદાવાદના રેશ્મા પટેલ ભાવનગર આવી પહોંચ્યા છે. જોકે આ રેલીમાં સામેલ થવા માટે આવી પહોંચેલ, રેશમા પટેલની પોલીસે મોડી રાત્રે અટકાયત કરી છે. ઉપરાંત અતુલ પટેલ અને વરૂણ પટેલની પણ પોલીસે અટકાયત કરી છે. જીલ્લાભરમાં ગામડે-ગામડે જ મીટીંગો કરી પાટીદારોને આહવાન કરવામાં આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે અભિવાદન સમારોહમાં બઘડાટી બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી સહિતની સામે ઇજાગ્રસ્ત યુવક દ્વારા ફરીયાદ કરવામાં આવી હતી.પોલીસ દમનના વિરોધમાં રેલી બાદ પાસના કન્વીનરો વરૂણ પટેલ, ભાવિન પટેલ, ગીતા પટેલ અને તેની ટીમ ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાં ૩ દિવસ સુધી સભાઓ કરશે અને લોકોને પોલીસ દમનની ઘટના અંગે માહિતગાર કરાશે.
ભાવનગર: ભાવનગરમાં આજે પોલીસ દમનના વિરોધમાં પાટીદાર જનાક્રોશ રેલી નિકળશે. જેમાં ગુજરાતભરના પાસ કન્વીનરો-પાટીદાર સમાજના આગેવાનો ઉપરાંત સૌપ્રથમવાર વિવિધ જ્ઞાતિઓ જેવી કે ક્ષત્રિય, બ્રહ્મસમાજ, કોળી અને લઘુમતી સમાજ પણ જોડાશે. જોકે રેલી પહેલા જ મોડી રાત્રે રેશમા પટેલ, વરૂણ પટેલ અને અતુલ પટેલની પોલીસે અટકાયત કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -