પ્રમુખ સ્વામીને શ્રદ્ધાંજલિ આપતા મોદી થયા ભાવુક, ગળે ડૂમો બાઝતાં બોલી જ ના શક્યા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 15 Aug 2016 12:38 PM (IST)
1
2
3
4
નવી દિલ્લીઃ વડાપ્રધાન મોદી સાળંગપુર પહોંચી ગયા છે. અહીં તેમણે બીએપીએસના વડા પ્રમુખ સ્વામીના અંતિમ દર્શન કર્યા હતા. મોદીએ દર્શન બાદ પ્રમુખ સ્વામીની આરતી ઉતારી હતી. આરતી ઉતાર્યા બાદ મોદી ભાવુક થઇ ગયા હતા. તેમણે કહ્યું કે, મેં પિતા ગુમાવ્યા છે. પ્રમુખ સ્વામીએ ભારતીય સંસ્કૃતિ જાળવવાનું કામ કર્યું છે. યોગીજી મહારાજના શ્રેષ્ઠ શિષ્ય તરીકે પ્રમુખ સ્વામીએ કામ કર્યું છે.