રવિવારે ઈંગ્લેન્ડ અને ઈટાલી યૂરો 2020 ફાઈનલમાં એકબીજા સામે ટક્કર થઈ તેનાથી વિશેષ બીજું શું હોઈ શકે. બંને ટીમો લાંબા સમયથી જીતના દુકાળને ખતમ કરવા આતુર હતી. ઈટાલી અંતિમ વખત ટ્રોફી 1968માં જીત્યું હતું અને ઈંગ્લેન્ડ ફૂટબોલનો અંતિમ આંતરરાષ્ટ્રીય વિજય કળશ 1966માં જીત્યો હતો. તેણે જર્મનીને વિશ્વકપ ફાઈનલમાં 4-2થી હાર આપી હતી. ઈંગ્લેન્ડ ક્યારેય યૂરોપીયન કપ જીતી શક્યું નથી.


ઈંગ્લેન્ડમાં ફૂટબોલ પ્રેમીઓના ઝનૂનની તુલના અન્ય દેશોના લોકો સાથે ન થઈ શકે. અહીંના ફૂટબોલ પ્રેમીઓ વિશ્વભરમાં કુખ્યાત છે. ફૂટબોલને લઈ અહીંયા ગુંડાગીરી જેવા ઉપદ્રવ પર અમેરિકાના પત્રકાર બિલ બુફોર્ડે 1990માં ‘અમંગ ધ ઠગ’ પુસ્તક લખ્યું હતું. જેમાં તેનું ફોક્સ માનચેસ્ટર યુનાઈડેડના ફેન્સ પર હતું, આ માટે બિલે અનેક મેચો માટે લાંબી યાત્રા કરી હતી. તેણે જોયું કે રમત પ્રેમીઓનું ટીમ પ્રત્યેનું સમર્પણ તેની ધાર્મિક ભાવનાઓ જેવું હતું.


આ ઉપદ્રવીઓની ટીમ પ્રત્યે ખૂબ કટ્ટર ભાવનાઓ હતી. 1990માં ઈટાલીમાં થયેલા વિશ્વકપ દરમિયાન સાર્ડિનીયામાં ફૂટબોલમાં ઉપદ્રવ મચાવતાં લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તેણે પોતાના અનુભવના આધારે લખ્યું કે આ હિંસામાં તેમને અપ્રત્યક્ષ રીતે આનંદ મળતો હતો. બુફોર્ડે તેમના પુસ્તકમાં લખ્યું કે, આ હિંસા અસામાજિકતાને નવી કિક આપે છે. જે ભાવનાઓને ઉથલપાથલ કરી દેનારો અનુભવ છે અને કૃત્રિમ ડ્રગ્સથી વ્યક્તિ હાંસલ કરે તેવો ઉત્સાહ-જોશ પેદા કરે છે.


લોસ એજેલ્સ સ્થિત ઘરમાં રવિવારે બપોરે યૂરો કપ ફાઇનલ જોવી, વિશ્રાણ ઉપરાંત એક અલગ અનુભવ હતો. એક સમયે મને પણ આ રમત પ્રત્યે પ્રેમ હતો. હું સમજી શકતો નહોતો કે કોઈ એક વ્યક્તિ કેવી રીતે ટીમનો ફેન બની જાય છે કે ફરી તેમાં ગળાડૂબ થઈ જાય છે. અને તેમની ટીમની હાર થતાં જ એક રીતે પાગલ બની જાય છે અને બીયરોની બોટલો હરીફ ટીમના સમર્થકો પર ફેંકવા સહિત તોડફોડ કરે છે.


હવે સવાલ ઉઠે છે કે શું ઈંગ્લેન્ડ આ ફાઈનલમાં હોવું જોઈતું હતું. હું નહીં અનેક લોકો આ સવાલ ઉઠાવી રહ્યા છે. સેમી ફાઈનલમાં ડેનમાર્ક વિરુદ્ધ તેને જે પેનલ્ટી કિક મળી હતી, તે ખરેખર ફાઉલ હતો. રેડ કાર્ડ બતાવવામાં આવ્યું હતું. હું હંમેશા સતત વિચારતો હતો કે ઈંગ્લેન્ડે કાયમ વિશ્વને એવું બતાવવાનો પ્રયાસ કર્યો છે કે તે ઈમાનદાર અને ખેલ ભાવનાને સૌથી ઉપર રાખે છે. પરંતુ સત્ય એ છે કે 18મી સદીના બીજા હિસ્સામાં પોતાની વધતી તાકાતની સાથે ક્યારેય તેમણે મૈત્રીનું સન્માન કર્યુ નથી.


ઈંગ્લેન્ડને બિનજરૂરી પેનલ્ટી કિક મળી હતી તે રેફરીની ભૂલનું પરિણામ હતું. જોકે આ અંગે પરેશાન થવાનો કોઈ અર્થ નથી. જ્યારે હું મેચ જોવા માટે મારી આરામ ખુરશી પર બેઠો ત્યારે તેયારે ઈટાલીના વિજયની આશા રાખતો હો. જોકે ન તો હું ઈટાલીનો ફેન છું કે ન તો ઈંગ્લેન્ડનો. આ મામલે ઈંગ્લેન્ડ તથા અન્ય કોઈ દેશન પસંદગી કરવાની વાત આવે તો સ્વર્ગીય માર્ક માર્કેઝના શાનદાર પુસ્તક એની વન બટ ઈંગ્લેન્ડ (ઈંગ્લેન્ડ સિવાય કોઈ પણ 2005)ના શીર્ષકને અનુસરું છું. માર્કનું આ પુસ્તક ક્રિકેટ, નસ્લવાદ અને રાષ્ટ્રવાદ પર છે. ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચમાં હું ઈંગ્લેન્ડની પ્રશંસા કરું છું.  ઈંગ્લિશ ડિફેંડર લ્યૂક શૉએ ઈન્ટરનેશનલ મેચમાં પોતાનો પહેલો ગોલ કર્યો હતો. યૂરો ફાઈનલના ઈતિહાસનો સૌથી ઝડપી ગોલ હતો. શાનદાર ગોલ હતો. આ દરમિયાન મારા દિમાગમાં એક વિચાર આવ્યો. જો ઈંગ્લેન્ડ જીત્યું હોત તો બ્રેક્ઝિટનો બચાવ કરનારા નિશ્ચિક રીતે દાવો કરવા લાગત કે યૂરોપિયન યુનિયનને છોડ્યા બાદ ઈંગ્લેન્ડમાં ફૂટબોલ ફરીથી જીવંત થયો છે. લોકો ફરીથી ઈંગ્લેન્ડના ગુણગાન ગાવા લાગત કે ઈંગ્લેન્ડ આખરે ઈંગ્લેન્ડ છે અને યૂરોપ પોતાની આ હાલત માટે ખુદ જવાબદાર છે. સત્ય એ  છે કે ડેનમાર્ક નહીં સમગ્ર યુરોપમાં કઈંક ગડબડ છે. ઈંગ્લેન્ડની જીત પર બ્રેક્ઝિટને લઈ ચાલી રહેલી ચર્ચા સાથે કોઈ સંબંધ છે કે નથી તે સવાલ નથી. અનેક લોકોને વિશ્વાસ હતો કે ઈંગ્લેન્ડની જીત તેની આંતરિક સંરચનાને મજબૂત કરશે.


મેચ દરમિયાન અનેક ઉતાર ચઢાવ આવ્યા અને પેનલ્ટી શૂટઆઉટ સુધી વાત પહોંચી.  જેમાં બંને ટીમોને પાંચ પાંચ કિક ગોલમાં ફટકારાવા દેવામાં આવે છે. જો પેનલ્ટી શૂટ આઉટથી પણ નિર્ણય ન આવે તો સડન ડેથ છે. એવી કોઈ પેનલ્ટી નથી, જેનાથી તમે કોઈ ખેલાડીની પ્રતિભાને આંકી શકો. યૂરો 2020ની ફાઈનલની પેનલ્ટી શૂટઆઉટ તાજેતરના વર્ષોમાં આંતરરાષ્ટ્રીય ફૂટબોલનો સૌથી દિલધડક અધ્યાયમાં સામેલ થશે. ઈંગ્લેન્ડના પરાજય બાદ થોડી જ મિનિટોમાં સોશિયલ મીડિયા પર ગાળો લખાવા લાગી. સાકા નાઈજિરિયન મૂળનો છે પરંતુ તેનો જન્મ અને લાલન પાલન બ્રિટનમાં થયું છે તેમ છતાં ફેન્સ તેને નાઈજિરિયા મોકલી દેવો જોઈએ તેમ કહેતા હતા. ઈંગ્લેન્ડના સોશિય મીડિયામાં આ બંને ખેલાડીઓને વાંદરા ગણાવતી ઈમોજીનુ ઘોડાપૂર આવ્યું હતું.


ફૂટબોલ એસોસિએશન ઓફ ઈંગ્લેન્ડે પણ કડક શબ્દોમાં આ વર્તનની નિંદા કરી હતી. બ્રાઝિલવાસીઓની જેમ ફૂટબોલ પણ ક્યારેક શાનદાર રમત હતી. વિશ્વની પ્રતિષ્ઠિત રમતની ખૂબી  ઉપરાંત તેની વિશેષતા છે કે કોઈપણ ટીમમાં ખેલાડીઓની વિવિધતા શક્ય છે. જે ઈંગ્લેન્ડ માટે ગર્વનો વિષય છે. તેની રાષ્ટ્રીય ટીમમાં રેશફોર્ડ, સાંચો અને સાકા જેવા ખેલાડીઓએ સ્થાન બનાવ્યું છે. જ્યારે લીલી જર્સીવાળી ઈટાલીની રાષ્ટ્રીય ટીમનું સ્વરૂપ પ્રાદેશિક જેવું છે. 2021માં મનસિની, બોનુચી, ચિલજિની, લોરેંજો, સ્પિનાલોઝા તથા બર્નાડેસ્કી જ નજરે પડ્યા છે. ઈટાલીમાં ભલે પુનર્જાગરણનો જન્મ થયો હોય પરંતુ તેની ફૂટબોલ ટીમમાં પ્રાચીન પરંપરાના અવશેષ છે.


ફૂટબોલનું ભવિષ્ય ન તો ઈંગ્લેન્ડથી છે કે ન તો ઈટાલીથી કે ન તો જર્મની, સ્પેન, ડેનમાર્ક, ફ્રાંસ કે અન્ય દેશની ટીમ સાથે. જો આપણે સંગઠિત થવું હશે તો ખેલાડીઓને વિજેતા કે પરાજિતના રૂપમાં જોવાનું બંધ કરવું પડશે. ખેલાડી માત્ર રમત રમવા માટે રમે છે તો આપણી અંદરની વિચારશ્રેણીને પણ ખતમ કરી દે છે. રમતને મર્યાદિત રૂપમાં જોવાની આદત બદલવામાં આપણને કદાચ દાયકાઓ લાગે કે પેઢીઓ વીતી જાય પરંતુ રમતમાં જીવનના વિવિધ તબક્કાને સમજવાની અપાર સંભાવના છુપાયેલી છે.


(નોંધઃ ઉપર આપવામાં આવેલા વિચાર તથા આંકડા લેખકના વ્યક્તિગત વિચાર છે. આ માટે એબીપી ન્યૂઝ ગ્રુપ તેના સાથે સહમત હોય તે જરૂરી નથી. આ લેખ સાથે જોડાયેલા તમામ દાવા કે આપત્તિ  માટે માત્ર લેખક જ જવાબદાર છે.)