Digital Currency: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં ઘણી મોટી જાહેરાતો કરી છે. ડિજિટલ ઈન્ડિયા તરફ વધુ એક પગલું ભરતાં તેમણે કહ્યું કે રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા ડિજિટલ કરન્સી શરૂ કરશે. નાણામંત્રીના જણાવ્યા અનુસાર ડિજિટલ રૂપિયો આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવશે. ડિજિટલ ચલણનો કોન્સેપ્ટ નવો નથી. વિશ્વમાં બિટકોઈન સહિત અન્ય ડિજિટલ અથવા વર્ચ્યુઅલ કરન્સીનું ટ્રેડિંગ પહેલાથી જ ચાલી રહ્યું છે. પરંતુ નાણામંત્રીની જાહેરાત બાદ ડિજિટલ રૂપિયાને લઈને ચારેબાજુ ચર્ચા થઈ રહી છે. દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે ડિજિટલ રૂપિયો શું છે, તે કેવી રીતે કામ કરશે, તેના ફાયદા અને ગેરફાયદા શું હશે?


ડિજિટલ રૂપિયાની સારી બાબતો



  • ડિજિટલ રૂપિયાને RBI તરફથી કાનૂની માન્યતા મળી હશે.

  • તે રૂપિયાનું ડિજિટલ સ્વરૂપ હશે.

  • તે કોઈપણ ચલણ સાથે બદલી શકાય છે.

  • ડિજિટલ રૂપિયાની શરૂઆત સાથે, ભારતમાં સ્થિત વેપારીઓ યુએસ અને યુરોપના વેપારીઓને ડિજિટલ ડોલર અથવા ડીજીટલ પોન્ડમાં સરળતાથી પેમેન્ટ કરી શકશે.

  • આ રિયલ ટાઈમ પેમેન્ટ હશે અને આવા વ્યવહારમાં કોઈ મધ્યસ્થીની જરૂર પડશે નહીં.


ડિજિટલ રૂપિયાની ખરાબ બાબતો



  • ડિજિટલ રૂપિયા કે ચલણ સામે સૌથી મોટો પડકાર ટેકનોલોજીનો છે. ટેક્નોલોજીના કારણે છેતરપિંડી અને કૌભાંડના કેસ વધી શકે છે.

  • ડિજિટલ કરન્સીના ઉપયોગ માટે સમગ્ર દેશમાં સારી ઇન્ટરનેટ સ્પીડ જરૂરી છે.

  • જ્યાં સુધી હાઈ સ્પીડ ઈન્ટરનેટનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર ન થાય ત્યાં સુધી ડિજિટલ કરન્સીની સફળતાની અપેક્ષા રાખી શકાય નહીં.


ક્રિપ્ટો કરન્સી અને ડિજિટલ કરન્સી વચ્ચેનો તફાવત



  • ભારતની ડિજિટલ કરન્સી પૈસા જેવી જ હશે, જેનો ઉપયોગ ગમે ત્યાં થઈ શક છે. આ ઉપરાંત ડિજિટલ કરન્સીની પણ આપ-લે કરી શકાય છે. જ્યારે ક્રિપ્ટો કરન્સીમાં આવું નથી.

  • આ સિવાય તમે ક્યાંય પણ ડિજિટલ રૂપિયાનો ઉપયોગ કરી શકશો. જેમ ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ઓનલાઈન પેમેન્ટ ગમે ત્યાં સ્વીકારવામાં આવે છે તેવી જ રીતે ડિજિટલ રૂપિયા પણ દરેક જગ્યાએ માન્ય રહેશે. પરંતુ જો તમે ક્રિપ્ટો લઈને કરિયાણાની દુકાનમાં લોટ કે ચોખા ખરીદવા જાવ તો કદાચ તમારે ત્યાંથી નિરાશ થઈને ખાલી હાથે પાછા ફરવું પડશે.