પશ્ચિમ બંગાળમાં ભાજપના પરાજયથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની છબીને નુકસાન પહોંચ્યું છે અને કોરોના કાળમાં ફેલાયેલી અવ્યવસ્થાના કારણે આંતરરાષ્ટ્રીય મીડિયામાં તેની ચમક  ઝાંખી પડી છે તેમ કહેવું ઉતાવળભર્યું કહેવાશે. પરંતુ એક મુખ્ય તારણ એવું નીકળ્યું છે કે ગમે તેમ કરીને દરેક ચૂંટણી જીતવામાં કુશળ મહારથી મોદીની છબી આ વખતે ધ્વસ્ત થઈ છે.


ભારતીય ચૂંટણી ક્યારેય સુખદાયી મુદ્દો નથી રહ્યો. ખાસ કરીને છેલ્લા એક દાયકામાં તો નહીં. છેલ્લા વર્ષોમાં રાજ્યોની ચૂંટણી એટલી ઝાકમઝોળ સાથે લડવામાં આવી કે વિશ્વના અનેક દેશોની સામાન્ય ચૂંટણી પણ ફિક્કી પડી જાય. તાજેતરમાં સંપન્ન થયેલી પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં જે રીતે રાજકીય પક્ષો અને તેમના સમર્થકોએ સામ-દામ-દંડ-ભેદનો ઉપયોગ કર્યો, તેની ગણતરી ઈતિહાસની સૌથી કડવાશભરી ચૂંટણીમાં થશે. આ ચૂંટણી ભાજપના પતનનો પણ સ્પષ્ટ સંકેત આપે છે કે પાર્ટી ચૂંટણી જીતવા ચૂંટણી પંચ જેવી સંસ્થાનો પણ નિર્લજ્જ ઉપયોગ કરી શકે છે.


આ પરાજયથી ભાજપ અને ખાસ કરીને તેના બે દિગ્ગજ નેતાઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ પર પડનારા પ્રભાવનું આકલન કરતા પહેલાં કેટલીક સંભવિત આપત્તિઓ પર વિચાર કરવાની જરૂર છે.  77 સીટો અને 38.1 ટકા વોટ પર ગર્વ કરનારી બીજેપીના પરાજ્ય છતાં અનેક લોકો છેલ્લા સાત વર્ષમાં પાર્ટીની સૌથી મોટી હાર હોવાનું સ્વીકારવા તૈયાર નથી. અહીંયા સૌથી મહત્વપૂર્ણ વાત કોંગ્રેસની સ્થિતિની છે. જેણે પશ્ચિમ બંગાળ સહિત કેરળ, પુડ્ડુચેરી, તમિલનાડુ અને આસામમાં ચૂંટણી લડી. આ રાજ્યોના ચૂંટણી પરિણામથી સ્પષ્ટ થઈ ગયું છે કે હવે તે દયનીય સ્થિતિમાં પહોંચી ગઈ છે.


ડાબેરી-કોંગ્રેસ ગઠબંધન આ રાજ્યમાં એક પણ સીટ જીતવામાં સફળ ન રહ્યું. 2016ની વિધાનસભામાં ડાબેરી 76 સીટ પર જીત હાંસલ કરી હતી. આ સ્થિતિમાં ભાજપનો બચાવ કરનારા કહી શકે છે વર્તમાન પરાજય માત્ર ‘હળવો ધક્કો’ છે. પાર્ટીનો 2016માં વોટ શેર 10.2 ટકા હતો, જે 2021માં વધીને 38.1 ટકા થઈ ગયો છે. બીજેપીએ લગભગ તમામ સીટો ડાબેરી અને કોંગ્રેસ પાસેથી આંચકી લીધી છે.


જે હકીકતથી બિલકુલ અલગ તસવીર છે. છેલ્લા આંકડા હકીકતમાં 2016 નહીં પરંતુ 2019ના જોવા જોઈએ. જ્યારે 2019 લોકભસા ચૂંટણીમાં બીજેપીએ અહીં 40.2 ટકા વોટ હાંસલ કર્યા હતા. આંકડાના બાઝીગરના કહેવા મુજબ બે ટકા વોટનું ઘણું મોટું મહત્વ હોય છે. સચ્ચાઈ એ છે કે બિન દ્રવિડ આર્યવર્તનના આ અંગ એટલે કે પશ્વિમ બંગાળ પર મોદી અને શાહ લાંબા સમયથી નજર જમાવીને બેઠા હતા અને તે તેમના સકંજામાં આવતું આવતું છટકી ગયું. બીજી તરફ દક્ષિણના તમિલનાડુ અને કેરળમાં પણ નિરાશા હાથ લાગી. કારણકે અહીંયા પણ તેમની દાળ ન ગળી.


હકીકતમાં પીએમ મોદીએ બંગાળ જીતવા પૂરી તાકાત લગાવી દીધી હતી અને રણનીતિક રીતે ત્યાંના લોકોને સંદેશ આપ્યો હતો કે આ ચૂંટણીના માધ્યમાં તેઓ તેના (મોદી) પર ફેંસલો આપશે. થોડ દિવસ પહેલા એખ વિશાળ રેલીને સંબોધિત કરતાં મોદીએ તેમના ભાષણમાં જાહેરાત કરી હતી કે તેમની સામે વિશાળ જન-સાગર જોવા મળી રહ્યો છે. તેમણે આ પહેલા ક્યારેય ચૂંટણી રેલીમાં આટલી ભીડ નથી જોઈ. પરંતુ તેમની ચારેબાજુ હજારો લોકો સરકારની દ્રઢઈચ્છા શક્તિના અભાવે કોરોનાથી દમ તોડતા હતા ત્યારે રેલીની આ વાતથી મોદીની સમગ્ર વિશ્વમાં હાંસી થઈ હતી. જ્યારે બીજી તરફ આવા માહોલમાં તેમના મુખ્ય સહાયક અમિત શાહ ભાજપ 200 સીટ જીતશે તેવી ભવિષ્યવાણી કરતા હતા.


આ સાધારણ પરાજય નથી. આ બીજેપીની હાર અને મોદીના અપમાનથી અનેક વધારે છે. સૈદ્ધાંતિક રીતે ચૂંટણી પંચ ભારતીય લોકતાંત્રિક વ્યવસ્થાની રક્ષા માટે છે અને તે સન્માનનીય પણ છે પરંતુ તે પણ મોદીના ઈશારે કામ કરે છે. પ્રથમ કલાકારી એવી કરવામાં આવી કે પશ્ચિમ બંગાળ ચૂંટણી પાંચ અઠવાડિયામાં આઠ તબક્કામાં યોજવામાં આવી. જે અભૂતપૂર્વ હતું. દેશમાં લોકસભા ચૂંટણી માટે આટલો લાંબો સમય લેવો શક્ય છે અને આ વાત પ્રમાણિત કરે છે કે મોદીએ આ ચૂંટણીને લોકસભા ચૂંટણી જેટલી જ મહત્વની માની. જેની પાછળનો ઈરાદો બીજેપી આ લાંબા ચૂંટણી પ્રક્રિયામાં વધારેમાં વધારે રૂપિયા, મશીનરીનો ઉપયોગ કરીને ચૂંટણી જીતવા માંગતું હતું.


તેમ છતાં બીજેપી અને મોદી હારી ગયા. તમામ કેન્દ્રીય એજન્સીઓ મોદીના ખિસ્સામાં હતી અને તેનો પણ ઉપયોગ કરવામાં આવ્યો. દાયકા જૂના ભ્રષ્ટાચારના મામલામાં ટીએમસી નેતાઓને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા. અનેક તૃણુલ નેતાઓને ખરીદી લેવામાં આવ્યા અને તેમનો ઉપયોગ વધુને વધુ લોકોને ભાજપમાં લાવવા માટે કરવામાં આવ્યો, ત્યારે પણ બીજેપી અને મોદી પરાજિત થયા. એવું નથી કે બીજેપી દેશમાં સાંપ્રદાયિક કાર્ડ રમનારી પ્રથમ પાર્ટી છે પરંતુ મોદી અને શાહે બદલાની ભાવનામાં સાંપ્રદાયિક કાર્ડ રમ્યું. તેમણે મુસલમાનોની અવગણના કરી અને હિન્દુ ગૌરવ ફરી જાગૃત કરવાના નામ પર હિન્દુઓને ઉશ્કેર્યા. ચૂંટણી પંચે નેતાઓને સાંપ્રદાયિક ભાવનાને ઠેસ ન પહોંચાડવાની સલાહ આપી પણ કોઈ નક્કર પગલાં ન લેવામાં આવ્યા. આ તમામ બાબતો બાદ પણ બીજેપી અને મોદી હાર્યા.


આવનારા દિવસોમાં ટીવી ચેનલો, અખબારો અને સોશિયલ મીડિયામાં આ ચૂંટણીનું પૂરું પોસ્ટમોર્ટમ થશે તેમાં કોઈ શંકા નથી. રાજકીય પંડિતો અને ચૂંટણી વિશ્લેષક ભારતીય રાજનીતાં સત્તા વિરોધી લહેર (એંટી-ઈનકંબેંસી)ને લાબા સમયથી સ્થાપિત કરીને તેને ભારતીય રાજનીતિનું મુખ્ય લક્ષણ જણાવે છે. પરંતુ પશ્ચિમ બંગાળ અને કેરળના પરિણામોએ આવી ભવિષ્યવાણી તથા સમાજ વિજ્ઞાનના આ પાંડિત્યને નિરર્થક સાબિત કરી દીધું છે. આ ચૂંટણીમાં અનેક ગંદી બાત પણ હતી. એક મુખ્ય તારણ એવું નીકળ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગમે તેમ કરીને ચૂંટણી જીતવાની પ્રખર મહારથીની છબી આ વખતે ધ્વસ્ત થઈ ગઈ.


પ્રાચીન આર્યાવર્તમાં સત્તા-નરેશ અશ્વમેઘ યજ્ઞ કરતાં પોતાના ઘોડાને કોઈપણ રાજ્ય અથવા રાષ્ટ્રની સરહદમાં પ્રવેશ કરવા માટે આઝાદ છોડી મુકતા હતા. નરેન્દ્ર મોદીએ એવું તો ન કર્યું પરંતુ તેમણે કોવિડને દેશમાં ખુલ્લો છોડો દીધો અને કોવિડે હજારો જીવ લઈ લીધા જેથી તે અને અમિત શાહ પોતોના રોડ શો કરી શકે. આમ તો ખાસ વાત એ છે કે હજુ પણ એ કવું ઉતાવળભર્યું હશે કે બંગાળમાં મળેલ હારથી તેની ઓળખને ધક્કો લાગ્યો છે અને કોરોના કાળમાં ફેલાયેલ અવ્યવસ્થાને કારણે વૈશ્વિક મીડિયામાં તેની ચમક ફીકી ચોક્કસ પડી છે. પોતાની જીત બાદ મમતા બેનર્જીએ જાહેરાત કરી કે ‘બંગાળે ભારતને બચાવી લીધું.’ પરંતુ મમતાની આ વાત ક્ષણિક ઉલ્લાસપૂર્ણ નિવેદનબાજીથી વધારે કંઈ નથી. તેને ગંભીરતાથી લેવું ભૂલ ભરેલું રહેશે.


એક વાત સ્પષ્ટ રીતે કહેવી જરૂરી છે કે તૃણમૂલ કોંગ્રેસ એ ભાજપથી કોઈ વધારે સિદ્ધાંતવાદી નથી. બંગાળમાં ભલે ‘દીદી’ની ઉપાસના થતી હોય પરંતુ ભારતના અન્ય લોકો માટે એ સૂચન છે કે આ ચૂંટણીના પરિણામોને મમતાના ઉદ્ભવની રીતે જોવાની જગ્યાએ માત્ર મોદી-ભાજપની હાર અને વિભાજનકારી રાજનીતિની હાર તરીકે જોવી જોઈએ. મોદી ચોક્કસરૂપે વિતી ગયેલ સમયની રીતે જોવાનો પ્રયત્ન કરશે અને તેના સમર્થક પોતાના જૂનો અંદાજ જાળવી રાખતા દેશને યાદ અપાવતા રહેશે કે તેમણે માત્ર એક લડાઈ હારી છે અને તે યુદ્ધ જીતવા માટે કટિબદ્ધ છે. આ કડવા સત્યથી મોઢું ફેરવી શકાય તેમ નથી કે દેશને નવી રાજનીતિક કલ્પનાશીલતાની જરૂરત છે, જે તેને આ અધર્મ અને અસત્યના હાલની જંજાળમાંથી બહાર કાઢી શકે. પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામ હાલના અંધકારપૂર્ણ સમયમાં આશાનું કિરણ જેવા છે, જે કહે છે કે આગળ કદાચ ‘સારા દિવસો’ છે.


(નોંધઃ ઉપર આપવામાં આવેલા આંકડા તથા વિચાર લેખકના વ્યક્તિ વિચાર છે. એબીપી ન્યૂઝ ગ્રુપ આ સાથે સહમત હોય તે જરૂરી નથી. આ લેખ સાથે સંકળાયેલા તમામ દાવા કે આપત્તિ માટે માત્ર લેખક જ જવાબદાર છે.)