સુરતની Vijay Dairy એ  ગાંધીનગરના હેલીપેડ એક્સઝીબેશન ગ્રાઉન્ડ ખાતે તારીખ 17 ડિસેમ્બર થી 20 ડિસેમ્બર દરમિયાન થયેલ  ખાદ્ય ખોરાક 2023 માં પ્રથમ વખત ભાગ લીધો હતો, જેમાં વિજય ડેરીને  ખાદ્ય ખોરાકના આયોજકોતરફ થી Best Innovative Display નો એવોર્ડ આપવામાં આવ્યો હતો.


વિજય ડેરીની મીઠાઈઓ, નમકીન અને ઘી ના પેકેજિંગ બધાથી અલગ અને નવીતમ હતા. જેણે લોકોને આશ્ચર્યચકિત કરી મુક્યા હતા. મુલાકાતીઓ ઘી ના પેકેજિંગથી ઘણા આકર્ષાયા હતા.  વિજય ડેરીના ઘી પેકેજિંગ ની ખાસિયત એ હતી કે ઘી ને PET જારમાં પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. PET જારનો અનોખો આકાર અને ખાસ રંગ લોકોનું ધ્યાન ખેંચવામાંસફળ રહ્યો હતો. વિજય ડેરીની આ તમામ ડીઝાઈનની  ટ્રેડમાર્ક અને કોપીરાઇટ નોંધણી થયેલ છે.


ખાદ્ય ખોરાક 2023 માં વિજય ડેરી એ 7 પ્રકાર ના નમકીન પણ પ્રદર્શિત કાર્ય હતા. તમામ નમકીન 170 ગ્રામ, 400 ગ્રામના પાઉચમાં ઉપલબ્ધ હતા. નમકીન ના પેકેજિંગ માટે પણ બીજાથી અલગ તરી આવ્યા હતા.




વિજય ડેરીની મીઠાઈઓના પેકેજિંગે પણ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. મીઠાઈઓની નવીનતમ પેકેજિંગે લોકોને ચોંકાવી દીધા હતા.એમની મીઠાઈનું પેકેજિંગ  MAP ( મોડીફાઈટ એટમોસ્ફેરિક પેકેજ ) પદ્ધતિથી કરે છે. આ ટેકનોલોજીના ઉપયોગથી મીઠાઈની સેલ્ફ લાઈફ 20 દિવસથી વધુની થઈ જતી હોય છે.આ ટેકનોલોજીનો  પેકેજિંગમાં ઉપયોગ એમને અલગ તારવતો હતો. સૌના આકર્ષણના કેન્દ્ર બન્યો હતો.


ખાદ્ય ખોરાક 2023 માં વિજય ડેરીએ બીજી ઘણી પ્રોડક્ટ્સ ડિસ્પ્લે કરી  હતી જેમાં દૂધ, છાસ, દહીં, લસ્સી કપ, કોલ્ડ કોકો કપ અને પનીરનો સમાવેશ થતો હતો. દરેક પ્રોડક્ટ્સનું પેકેજિંગ અજોડ અને નવીનતમ હતું. જે બજારની રેગ્યુલર પેકેજિગથી અલગ તારવતું હતું. આ દરેક પ્રોડક્ટ્સની પેકેજિંગ અને રજુઆતમાં વિજય ડેરીએ બાજી મારી હતી. વિજય ડેરી ખાદ્ય ખોરાક 2023 માં લોકોનું ધ્યાન ખેંચવામાં સફળ રહી હતી. વિજય ડેરી ખાદ્ય ખોરાક 2023 માં લોકોનું આકર્ષણનું કેન્દ્ર બની હતી અને Best Innovative Display  નો એવોર્ડ મેળવવમાં સફળતા મેળવી હતી. જે વિજય ડેરી માટે ગર્વની બાબત કહી શકાય.




(Disclaimer: ABP Network Pvt. Ltd. and/or ABP Live does not in any manner whatsoever endorse/subscribe to the contents of this article and/or views expressed herein. Reader discretion is advised.)