✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Budget 2019: મોદી સરકાર આજે રજૂ કરશે અંતરિમ બજેટ, મધ્યમવર્ગને રાહતની આશા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  31 Jan 2019 10:20 PM (IST)
1

બજેટની અસર શેર બઝાર પર જોવા મળી શકે છે. દર વર્ષે બજેટના દિવસે શેર બજારમાં ચડાવ ઉતાર જોવા મળે છે. ગુરૂવારે સેન્સેક્સ 665.44 અંકની છલાંગ લગાવી 36256.69 પર જ્યારે નિફ્ટી 179.15 અંક ઉપર 10830.95ના સ્તર પર બંધ થયો હતો.

2

શુક્રવારે સવારે બજેટને લઈને હલચલ ઝડપી રહેશે. સૌથી પહેલા નાણા મંત્રાલયમાંથી બજેટના ડોક્યૂમેન્ટ સંસદમાં લાવવામાં આવશે. બાદમાં પીએમ મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની સંક્ષિપ્ત બેઠક મળી શકે છે. આ બેઠક બાદ સંસદની બહાર સૂટકેસ સાથે પીયૂષ ગોયલનું ફોટો સેશન હોય શકે છે. સવારે 11 વાગ્યે પીયૂષ ગોયલ બજેટની સ્પીચ શરૂ કરશે.

3

અંતરિમ બજેટમાં ખેડૂતો અને મિડલ ક્લાસને મોટી રાહત મળવાની આશા છે. માનવામાં આવી રહ્યું છે કે પીયૂષ ગોયલ મધ્યમવર્ગને ઈનકમ ટેક્સમાં રાહત આપી શકે છે અને ખેડૂતોના સંકટને દૂર કરવા માટે કોઈ મહત્વના પગલા ઉઠાવવામાં આવી શકે છે.

4

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકાર આજે લોકસભામાં દેશનું અંતરિમ બજેટ રજૂ કરશે. અમેરિકામાં સારવાર કરાવી રહેલા નાણા મંત્રી અરૂણ જેટલીની ગેરહાજરીમાં આ બજેટ પીયૂષ ગોયલ રજૂ કરશે. 31 જાન્યુઆરીથી શરૂ થયેલું સંસદનું બજેટ સત્ર 13 ફેબ્રુઆરી સુધી ચાલશે અને આ વર્તમાન સરકાર મુજબ સંસદનું છેલ્લુ સત્ર હશે. આ બજેટને લઈને ટેક્સ પેયર્સથી લઈને સેક્ટર્સ સુધી તમામને રાહત મળે તેવી આશા છે.

  • હોમ
  • બજેટ 2020
  • Budget 2019: મોદી સરકાર આજે રજૂ કરશે અંતરિમ બજેટ, મધ્યમવર્ગને રાહતની આશા
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.