ગુજરાત સરકારની રાજ્ય સરકારના કર્મચારીઓને મોટી ભેટ, મોંઘવારી ભથ્થામાં થયો કેટલો વધારો, જાણો વિગત
રાજ્ય સરકારે કરેલી નવી જાહેરાતનો લાભ રાજ્ય સરકારના 9.61 કરોડ કર્મચારીને મળશે, તો નવી જાહેરાતથી સરકાર ઉપર વાર્ષિક 771 કરોડ રૂપિયાનું વધારાનું ભારણ આવશે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે સમગ્ર ગુજરાત રાજ્યના બધા જ સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જે અગાઉ 7 ટકા મળી રહ્યો હતો, હવે કુલ મળીને 9 ટકા મોંઘવારી ભથ્થાનો લાભ મળશે. રાજ્ય સરકારે કરેલી નવી જાહેરાતનો અમલ આગામી 1 ફ્રેબ્રુઆરીથી જ કરવામાં આવશે. તો નવી જાહેરાતનો લાભ રાજ્ય સરકારના પેન્શનરોને પણ મળશે. સાથે જ સરકારી કર્મચારીઓને એરિયર્સ સાથેનો પગાર માર્ચમાં મળશે.
ગાંધીનગર: ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપી છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે મહત્વની જાહેરાત કરી છે કે મોંઘવારી ભથ્થામાં વધારો આપવામાં આવશે. જેમાં સરકાર દ્વારા સરકારી કર્મચારીઓને 2 ટકા મોંઘવારી ભથ્થુ વધારવામાં આવશે. જેનાથી લાખો કર્મચારીઓને લાભ થશે. તેમજ રીટાયર થયેલ પેન્શનરને પણ લાભ થશે.