Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Budget 2019: રાહુલ ગાંધી બોલ્યા - રોજના માત્ર 17 રૂપિયા આપવા ખેડૂતોનું અપમાન
નવી દિલ્હી: કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અંતિમ બજેટ પર પ્રતિક્રિયા આપતા પ્રધાનમંત્રી પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ ખેડૂતોને આપવામાં આવતા 6 હજાર રૂપિયા વાર્ષિક આર્થિક મદદ પર ટ્વિટ કરતા કહ્યું, આ જુમલા બજેટ છે. 5 વર્ષના અહંકારથી ખેડૂતો બરબાદ થઈ ગયા છે. હવે તેમને પ્રતિદિવસ 17 રૂપિયા આપવા તેમના દ્વારા કરવામાં આવેલી મહેનત અને તેમની દરેક માંગનું અપમાન છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે બજેટ ભાષણ દરમિયાન ગોયલે જાહેરાત કરી હતી કે હવે ખેડૂતોને 'પીએમ કિસાન યોજના' મુજબ નાના ખેડૂતોને 2 હેક્ટર સુધીની માલિકીનો હક રાખનારા ખાતામાં દર વર્ષે 6 હજાર રૂપિયા આપવામાં આવશે. ગોયલે દાવો કર્યો છે કે તેનાથી દેશના 12 કરોડ ખેડૂતોને ફાયદો થશે.
કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણા મંત્રી પી ચિદમ્બરમે પણ બજેટની આલોચના કરી હતી. તેમણે કહ્યું, અંતરિમ નાણા મંત્રીએ આટલુ લાંબુ અંતિમ બજેટ રજૂ કરી લોકોના ધૈર્યની પરીક્ષા લીધી છે. આ મારી યાદમાં અત્યાર સુધીનું સૌથી લાંબુ અંતરિમ બજેટ હતું. તેમણે કહ્યું, આ અંતિમ બજેટ નહી ચૂંટણી પ્રચારનું ભાષણ હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -