Budget 2019: મોદી સરકારના બજેટમાં રેલવેને શું મળ્યું ? જાણો
પીયૂષ ગોયલે કહ્યું, પૂર્વોત્તરના રાજ્યોમાં રેલવે સેવાઓનો વિસ્તાર કરવામાં આવ્યો. વંદે ભારત એક્સપ્રેસ નાગરિકોને ગતિ, સેવા અને સુરક્ષા પ્રદાન કરશે અને મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન આપશે. પરંતુ આ દરમિયાન કોઈ મોટી યોજનાની જાહેરાત નથી કરવામાં આવી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપીયૂષ ગોયલે જણાવ્યું હતું કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે રેલવે માટે રૂપિયા 64,587 કરોડ વધારે ફાળવવામાં આવ્યા છે. ગોયલે જણાવ્યું હતું કે ટ્રેન 18, રેલ બ્રિજ, અને માનવરહિત ફાટક મુક્ત કરવા જેવા અનેક મોટા પગલાં સરકારે લીધા હતા. આ બજેટમાં અપેક્ષા હતી કે સરકાર રેલ યાત્રીઓને ધ્યાનમાં રાખીને કંઈક મોટી જાહેરાત કરશે જોકે, સરકારે અન્ય કોઈ મોટી જાહેરાત કરી નહોતી.
નવી દિલ્હી: મોદી સરકારના વચગાળાના બજેટમાં ભારતીય રેલવેને 1.58 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ દમિયાન નાણા મંત્રી પિયૂશ ગોયલે કહ્યુ, બ્રોડગેજ પર તમામ માનવ રહિત ફાટક ખત્મ કરવામાં આવ્યા છે. પીયૂષ ગોયલે ભાષણમાં જણાવ્યું હતું કે બજેટમાં રેલવે ખર્ચ માટે રૂપિયા 1.58 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે. ગત બજેટમાં આ રકમ રૂપિયા 1.46 લાખ કરોડ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -