નિર્મલા સીતારમણ દેશના પ્રથમ પૂર્ણકાલિન મહિલા નાણા મંત્રી છે. આ પહેલા પ્રધાનમંત્રી તરીકે ઈન્દિરા ગાંધી પણ નાણા મંત્રાલય સંભાળી ચુક્યા છે.
નિર્મલા સીતારમણનો જન્મ તમિલનાડુમાં થયો છે અને લગ્ન આંધ્રપ્રદેશમાં થયા છે.1980માં તેમણે જેએનયૂથી એમએ કર્યુ અને પછી ગ્રેટ ફ્રેમવર્કની અંદર ભારત-યૂરોપ ટેક્સટાઈલ વેપાર પર પીએચડી કરી છે. તેમણે લંડનમાં પ્રાઈસવોટર હાઉસકૂપર્સ રિસર્ચમાં કામ કર્યુ. જ્યાંથી થોડા વર્ષ પછી પતિ સાથે હૈદરાબાદ પરત ફર્યા બાદ એક શાળા અને પબ્લિક પૉલીસી સંસ્થા ખોલી હતી. 2006માં રાષ્ટ્રીય મહિલા આયોગમાં કાર્યકાળ ખતમ થયા પછી તેઓ બીજેપી સાથે જોડાયા હતા.
2014ના લોકસભા ચૂંટણી પહેલા તેણે પ્રવક્તા બનાવી દેવામાં આવ્યા. હિન્દી ન જાણવા છતા નિર્મલાએ પોતાની બોલવાની શૈલી દ્વારા પોતાની છાપ છોડી. આ દરમિયાન તે ટીવી પર બીજેપીનો મોટો ચેહરો હતી. મે 2014માં મોદી સરકાર બનતા તેણે વાણિજ્ય રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા હતા. જે બાદ તેઓ સંરક્ષણ મંત્રી અને બાદમાં નાણા મંત્રી બન્યા હતા.
ચાર સૌથી મોટા બજેટ ભાષણ
2020- 2 કલાક 39 મિનિટ (નિર્મલા સીતારમણ)
2019- 2 કલાક 18 મિનિટ (નિર્મલા સીતારમણ)
2003 – 2 કલાક 15 મિનિટ (જસવંત સિંહ)
2014 – 2 કલાક 10 મિનિટ (અરૂણ જેટલી)