જાન્યુઆરીમાં GST કલેક્શને તોડ્યા અત્યાર સુધીના તમામ રેકોર્ડ, જાણો સરકારને કેટલી આવક થઈ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 01 Feb 2021 08:36 AM (IST)
કેન્દ્રીય નાણામંત્રાલયે રવિવારે જણાવ્યું હતું કે, જાન્યુઆરી ૨૦૨૧માં કેન્દ્રને જીએસટી કલેક્શન સ્વરૂપે રૂ. ૧,૧૯,૮૪૭ કરોડની આવક થઈ છે.
GST Revenue collection: નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે દેશનું બજેટ રજૂ કરશે. આ પહેલા અર્થવ્યવસ્થાથી મોટા સારા સમાચાર સામે આવ્યા છે. જાન્યુઆરીમાં જીએસટી કલેક્શને અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડ્યા છે, નાણા મંત્રાલયે ટ્વીટ કરીને જાણકારી આપી છે કે આ મહિને એક લાખ બીસ હજાર કરોડ રૂપિયા જેટલું જીએસટી કલેક્શન થયું છે. GST લાગુ થયા બાદ ત્રણ વર્ષમાં આ સૌથી વધારે કમાણી છે. વર્ષ પહેલાની તુલનામાં 8 ટકાનો વધારો નાણા મંત્રાલયે પોતાના ટ્વીટમાં એક ગ્રાફ શેર કરીને લખ્યું કે, “જાન્યુઆરી 2021માં જીએસટી કલેક્શન એક લાખ 19 હજાર 847 કરોડ રૂપિયા રહ્યું છે. આ મહિનામાં જીએસટી કલેક્શન વર્ષ પહેલાની તુલનામાં આઠ ટકા વધારે છે.” કેન્દ્રીય નાણામંત્રાલયે રવિવારે જણાવ્યું હતું કે, જાન્યુઆરી ૨૦૨૧માં કેન્દ્રને જીએસટી કલેક્શન સ્વરૂપે રૂ. ૧,૧૯,૮૪૭ કરોડની આવક થઈ છે, જેમાં રૂ. ૨૧,૯૨૩ કરોડ સીજીએસટી, રૂ. ૨૯,૦૧૪ કરોડ એસજીએસટી, આયાત પર એકત્રીત રૂ. ૨૭,૪૨૪ કરોડ સહિત રૂ. ૬૦,૨૮૮ કરોડ આઈજીએસટી અને ગૂડ્સની આયાત પર એકત્રીત રૂ. ૮૮૩ કરોડ સહિત રૂ. ૮,૬૨૨ કરોડ સેસનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે, છેલ્લા કેટલાક મહિનાઓથી, જીએસટી કલેક્શનના આંકડા સતત તેજ રિકવરી બતાવી રહ્યા છે. ડિસેમ્બર 2020માં જીએસટી કલેક્શન 1,15,174 કરોડ રૂપિયા હતું. જીએસટી કાયદો અમલમાં આવ્યા પછી કોઈપણ મહિનામાં આ સૌથી વધુ જીએસટી સંગ્રહ હતો. જે ગયા વર્ષના ડિસેમ્બર મહિના કરતા 12 ટકા વધારે છે. ચાલુ નાણાકીય વર્ષમાં આ સતત ત્રીજો મહિનો છે, જેમાં જીએસટી કલેક્શન 1 લાખ કરોડને પાર કરી ગયું છે. તેના અગાઉના મહિનામાં એટલે કે નવેમ્બર 2020માં, કુલ જીએસટી કલેક્શન 1,04, 963 કરોડ રૂપિયા હતું.