નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણ કોરોના કાળમાં પ્રથમ બજેટ રજૂ કરી રહ્યા છે. આ દરમિયાન તેમણે જાહેરાત કરી કે, ઈન્શ્યોરન્સ ક્ષેત્રમાં 74 ટકા સુધી એફડીઆઈ કરાશે. પહેલા ક્ષેત્રમાં 49 ટકા એફડીઆઈને મંજૂરી હતી.


સીતારમણે જણાવ્યું, રોકાણ માટે સરકાર સતત કામ કરી રહી છે. અનેક કંપનીઓની પ્રક્રિયા આ વર્ષે પૂરી થઈ જશે. એલઆઈસીનો આઈપીઓ આ વખતે બજારમાં આવશે.



રાષ્ટ્રીય રેલ યોજના 2030 તૈયાર થઈ ગઈ છે.  રેલવે ઉપરાંત મેટ્રો, સિટી બસ સેવાને વધારવા ફોક્સ કરાશે. આ ઉપરાંત તેમણે કહ્યું, સરકાર ખેડૂતોની આવક બમણી કરવા કામ કરી રહી છે. મોદી સરકાર દ્વારા દરેક સેકટરમાં ખેડૂતોની મદદ કરવામાં આવી છે.