ધોની એકમાત્ર એવો ખેલાડી છે જેને આઇપીએલમાં સૌથી વધારે કમાણી કરી છે, તેને અત્યારે સુધી 152 કરોડથી વધુ રૂપિયા આઇપીએલમાંથી કમાઇ લીધા છે. જેમાં ચેન્નાઇ સુપર કિંગ્સમાંથી તેને 137 કરોડ કમાયા છે. ધોની 2008થી ચેન્નાઇ સુપર કિંગ્સ સાથે જોડાયેલો છે, અને તેને દરેક સેશનની લગભગ કમાણી 15 કરોડથી વધુની છે. આ રિટેશન્સ બાદ ધોનીની કુલ કમાણી 150 કરોડની પાર થઇ ગઇ છે.
તેની સેલેરી ઉપરાંત આઇપીએલની ત્રણ સિઝનમાં વિનિંગ ટીમ બનવાના કારણે 60 કરોડ રૂપિયા પણ મળી ચૂક્યા છે. ચેન્નાઇએ ફરી એકવાર ધોની પર ભરોસો રાખીને તેને 2021 માટે રિટેન કર્યો છે.
(ફાઇલ તસવીર)
રોહિત અને વિરાટ રહ્યાં ઘણા પાછળ....
મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરના કેપ્ટન વિરાટ કોહલી આઇપીએલમાં કમાણી મામલે ધોનીથી ઘણા પાછળ છે. રોહિતની આઇપીએલની કમાણી 146.6 કરોડ છે, જેમાં તે દરેક સિઝનના 15 કરોડ રૂપિયા લઇ રહ્યો છે. વળી, કોહલની વાત કરીએ તો, તે આઇપીએલમાં અત્યાર સુધી 143.2 કરોડ રૂપિયા કમાઇ ચૂક્યો છે. જોકે, તે સિઝનની 17 કરોડ રૂપિયાની કમાણી કરી લે છે.
(ફાઇલ તસવીર)