Budget 2022: આગામી 1લી ફેબ્રુઆરી 2022એ દેશનુ બજેટ (Budget 2022) સંસદમાં રજૂ કરવામાં આવશે, કેન્દ્રીય નાણાં મંત્રી નિર્લા સીતારમન (Nirmala Sitharaman) 1લી ફેબ્રુઆરીએ સવારે 11 વાગે બજેટ રજૂ કરશે. જો તમે બજેટ વિશે માહિતી અને લાઇવ પ્રસારણ જોવા માંગતા હોય તો સરકારે આ વખતે ખાસ વ્યવસ્થા કરી છે. આ બજેટને લોકો સુધી આસાનીથી પહોંચાડવા માટે સરાકરે મોટી પહેલ કરી છે, એટલે કે સરકારે એક બજેટ એપ લૉન્ચ કરી છે.
સામાન્ય જનતાને બજેટની જાણકારી આસાનીથી પહોંચી શકાય તે માટે સરકારે મોબાઇલ એપ લૉન્ચ કરી છે. આ એપ પર હિન્દી અને અંગ્રેજીમાં આખુ બજેટ જોવાની સુવિધા હશે. આના વિશે ટ્વીટ દ્વારા માહિતી આપવામાં આવી છે.
નાણામંત્રી નિર્મલા સીતારમનના સંસદમાં બજેટ રજૂ કર્યા બાદ તરતજ આ એપ પર લોકો બજેટને પોતાની પસંદગીની ભાષામાં (હિન્દી કે અંગ્રેજી)માં જોઇ શકશે. આ એપ્લિકેશનનુ નામ યૂનિયન બજેટ મોબાઇલ એપ (Union Budget Mobile App) છે મોબાઇલ એપ્લીકેશન એપ પર પણ યૂઝર્સ પોતાની સુવિધા અનુસાર બજેટને હિન્દી કે અંગ્રેજીમાં જોઇ શકશે.
ક્યાંથી કરી શકો છો એપને ડાઉનલૉડ
બજેટ એપ http://indiabudget.gov.in પરથી ડાઉનલૉડ કરી શકાય છે. આ ઉપરાંત ગૂગલ પ્લે સ્ટૉર પર બજેટ સાથે જોડાયેલી કેટલીય એપ દેખાશે, પરંતુ તમે સરકારની એપ પર જ સૌથી વિશ્વાસપાત્ર રીતે બજેટને એક્સેસ કરી શકો છો.
ડિજીટલ સંસદ એપ (Digital Sansad App) પર પણ મળશે જાણકારી-
ડિજીટલ સંસદ એપ દ્વારા તમે બજેટ 2022ને લાઇવ મોબાઇલ પર પણ જોઇ શકશો. આ એક એપ છે, જે બજેટ સાથે જોડાયેલી જાણકારી તમારી પાસે પહોંચાડી શકે છે. ડિજીટલ સંસદ એપ પર સંસદના બન્ને ગૃહોની કાર્યવાહીનુ સીધુ પ્રસારણ થશે, એટલે કે આ એપ પર સામાન્ય બજેટ 2022ને લાઇવ જોઇ શકશે. આના પર વર્ષ 1947થી અત્યાર સુધી બજેટ પર થયેલી તમામ ચર્ચાઓના અંશ અવેલેબલ છે.
મોદી સરકારે આ વખતે બજેટમાં નાના અને મધ્યમ વર્ગને રાહત આપી શકે છે. રિપોર્ટ છે કે આવક મર્યાદાથી લઇને ટેક્સ પેયર્સ માટે ખાસ મોટા સમાચાર આ બજેટમાં આવી શકે છે. નાણા મંત્રી નિર્મલા સીતારમન કોરોનાના કારણે બંધ પડી ગયેલી અર્થવ્યવસ્થા માટે રાહત પેકેજ પણ આપી શકે છે.