સુરતઃ સુરતમાં જમીન કૌભાંડમાં ટોચનાં મહિલા આગેવાનની ધરપકડ થતાં ખળભળાટ મચી ગયો છે. સુરત મહિલા કોંગ્રેસ ઉપપ્રમુખ મેઘના પટેલે મોંઘા ભાવની જમીન સસ્તામાં અપાવવાની લાલચ આપી છેતરપીંડી આચરી હતી. આ કેસમાં સુરત મહિલા કોંગ્રેસ ઉપપ્રમુખ મેઘના પટેલની પોલીસે ધરપકડ કરી હતી.


પોલીસ પાસેથી મળેલી વિગતો પ્રમાણે, મેઘના પટેલે નવસારીના ચીખલીના મલયાધરા ગામના ખેડૂત દેવાભાઈ લાડ પાસે જમીનના દસ્તાવેજ કરાવી લીધી હતા. આ પછી જમીન બારોબાર અન્યને વેચી લાખોની છેતરપીંડી કરી હતી. આ અંગે પોલીસ ફરિયાદ થઈ હતી. મેઘના પટેલ અને તેના અન્ય બે સાગરીતો સામે જમીન ખરીદનાર સુરતના વિરલ તાલિયાએ ઠગાઈની પોલીસ ફરિયાદ આપતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું.


આ કેસમાં મેઘના પટેલે પોતાના સાગરિતો સાથે મૂળ માલિક પાસે 90 લાખમાં સોદો કરી દસ્તાવેજ બનાવી લીધો હતો. એ પછી જમીન સુરતના વિરલ તાલિયાને 12 લાખમાં વેચવાનું કહ્યું હતું. મેઘના તથા તેના સાગરીતોએ જમીન ખરીદનાર પાસે ચેકથી પૈસા લીધા બાદ દસ્તાવેજ ન આપી ધાકધમકી આપી વધારાના રૂપિયા પડાવવા કારસા શરૂ કર્યા હતા. આ કેસમાં પોલીસે માસ્ટર માઈન્ડ મેઘના પટેલની ધરકપકડ કરીને અન્ય સાગરીતોને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.


પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે મેઘના પટેલે માલ્યાધરા ગામના મૂળ માલિક દેવાભાઈ લાડ પાસે દસ્તાવેજ કરીને બારોબાર લાખો રૂપિયાની છેતરપિંડી કરી છે.  કોંગ્રેસની હોદ્દેદાર મહિલા મેઘના પટેલ અને તેમના બે સાગરીત સામે સુરતના વિરલ તાલિયાએ છેતરપિંડી અને જાનથી મારી નાખવાની ફરિયાદ ચીખલી પોલીસને કરતા પોલીસે કોંગ્રેસનાં મહિલા આગેવાનની ધરપકડ કરી છે.


મેઘના પટેલે મૂળ માલિક પાસે ત્રણ વીંઘા જમીન 12 લાખ 80 હજાર રૂપિયા જંત્રીના આપી ને દસ્તાવેજ કરાવી લીધા બાદ અન્ય ગ્રાહક ફરિયાદી સાથે 70 લાખનો સોદો પાડયો હતો. આ કેસના બે અન્ય આરોપી  સિકંદર અને શૈલેષ શાહ હજી પોલીસ પકડથી દૂર છે.