Budget 2023 Automobile Sector Expectations: કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ આવતી કાલે 1 ફેબ્રુઆરી 2023 ના રોજ સંસદમાં આગામી નાણાકીય વર્ષ 2023-2024 માટેનું કેન્દ્રીય બજેટ 2023 રજૂ કરશે. આ બજેટ રજુ થાય તે પહેલા દેશના અનેક ક્ષેત્રો બજેટથી જ ઘણી આશા રાખીને બેઠા છે. આ સ્થિતિમાં અમે તમને દેશના ઓટોમોટિવ સેક્ટર એટલે કે ઓટો ઈન્ડસ્ટ્રીની બજેટમાંથી અપેક્ષાઓ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ… જાણો શું છે આ સેક્ટરની માંગ?


ઓટો ઉદ્યોગમાં તેજીનું વાતાવરણ


ઓટોમોટિવ અને મોબિલિટી ઉદ્યોગ એકબીજાથી અલગ નથી. નોંધનીય છે કે ઓટો ઉદ્યોગ ખૂબ જ ઝડપથી રેકોર્ડ બ્રેકિંગ વેચાણ કરી રહ્યું છે. આ કારણે આ સેક્ટરમાં સારી રિકવરી થઈ છે. જો આ વર્ષના બજેટ (2023-24)માં આ ક્ષેત્ર માટે સરકાર તરફથી થોડી રાહત મળે તો રિટેલ વેચાણ પર તેની અસર થશે અને તે ઝડપથી વધશે. ઓટો ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો પણ બજેટમાંથી ટેક્સમાં રાહતની અપેક્ષા રાખી રહ્યા છે.


ગ્રાહકોને સીધો ફાયદો


મીડિયા રિપોર્ટ્સ અનુસાર સોસાયટી ઓફ મેન્યુફેક્ચરર્સ ઓફ ઈલેક્ટ્રીક વ્હીકલ (SMEV)ના ડાયરેક્ટર જનરલ અને હીરો ઈલેક્ટ્રીકના સીઈઓએ કેન્દ્ર સરકારને અનેક માંગણીઓ કરી છે. તેમણે પોતાની માંગમાં કહ્યું છે કે, ફેમ પોલિસી સબસિડીનો લાભ સીધો ગ્રાહકોને મળવો જોઈએ. EVs પર 5 ટકા GSTની માંગ કરવામાં આવી છે. જ્યારે EV સામાન પર 18 અને 28 ટકા GST ચૂકવવો પડશે. નોંધનીય છે કે, સામાન્ય બજેટમાં જીએસટીના દરમાં ફેરફાર કરવાની માંગ કરવામાં આવી રહી છે. ઓટો ઉદ્યોગ માટે જીએસટી દર નવેસરથી નક્કી કરવાની માંગ છે. તેને લોઅર ટેક્સ બ્રેકેટમાં લાવવાની માંગ છે.


મિથેનોલથી વધશે વાહનોની લાઈફ લાઈન


ઇથાઈલ આલ્કોહોલ એટલે કે ઇથેનોલ એક ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે. હવે સરકાર તેનો ઉપયોગ પેટ્રોલમાં ભેળવીને વેચવા માટે કરી રહી છે. ઇલેક્ટ્રિક વાહનો ઉપરાંત ઇથેનોલ મિશ્રણ, CNG, હાઇડ્રોજન વગેરેના સ્વરૂપમાં અન્ય વૈકલ્પિક ઇંધણને ટેકો આપવા પર ભાર મૂકવામાં આવશે. સરકારે 2025 સુધીમાં 20 ટકા ઇથેનોલ મિશ્રણનું લક્ષ્ય નિર્ધારીત કરવામાં આવ્યું છે. ભારત મુખ્યત્વે 1-Gમાંથી ઇથેનોલનું ઉત્પાદન કરે છે, જે ફૂડ બાયોમાસ આધારિત છે પરંતુ તેને વધારવાની જરૂર છે. 1G ઇથેનોલનું મહત્તમ ઉત્પાદન કરવા માટે જિલ્લા સ્તરે પહેલને પ્રોત્સાહિત કરવી જોઈએ.


Car loan Information:

Calculate Car Loan EMI