Union Budget 2023 LIVE: નાણામંત્રીનું બજેટ ભાષણ પૂર્ણ, કરદાતાઓને આપ્યા સૌથી મોટા ખુશખબર

સંસદમાં બજેટ રજૂ કર્યા પછી, નાણા પ્રધાન નિર્મલા સીતારમણ બપોરે 3 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરશે. આમાં, પહેલા તે બજેટની જાહેરાતોના મુખ્ય મુદ્દાઓ જણાવશે. આ પછી તે પત્રકારોના પ્રશ્નોના જવાબ આપશે.

gujarati.abplive.com Last Updated: 01 Feb 2023 02:16 PM

બ્રેકગ્રાઉન્ડ

Union Budget 2023: આ વર્ષના સામાન્ય બજેટની રાહ જોઈ રહેલા લોકોની રાહ થોડા કલાકોમાં સમાપ્ત થશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ થોડા કલાકો પછી સંસદમાં દેશનું સામાન્ય બજેટ રજૂ કરશે. મોટાભાગના લોકોને...More

Union Budget 2023 Live: આ એક મધ્યમ વર્ગનું બોનાન્ઝા બજેટ છે-સ્મૃતિ ઈરાની

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે આ મધ્યમ વર્ગનું બોનાન્ઝા બજેટ છે પરંતુ તેની સાથે નાણામંત્રીએ સમાવેશી બજેટ રજૂ કર્યું છે. આર્થિક રીતે પછાત હોય, મહિલાઓ હોય કે વૃદ્ધો દરેક માટે આ બજેટમાં કંઈકને કંઈક આપવામાં આવ્યું છે.