Budget 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણે વરિષ્ઠ નાગરિકોને મોટી ભેટ આપી છે. નાણામંત્રીએ બજેટ 2025-26માં વરિષ્ઠ નાગરિકો માટે વ્યાજ પર TDS મર્યાદા વધારવાની જાહેરાત કરી છે. વરિષ્ઠ નાગરિકો માટે TDS મર્યાદા હાલના 50,000 રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી છે.
સીનિયર સીટિઝનો માટે TDS કાપની લિમીટ વધી
નાણામંત્રીએ કહ્યું, "હું TDS કપાતપાત્ર દરો અને મર્યાદાઓની સંખ્યા ઘટાડીને સ્રોત પર કર કપાત (TDS) ને તર્કસંગત બનાવવાનો પ્રસ્તાવ મૂકું છું. ઉપરાંત, વધુ સ્પષ્ટતા અને એકરૂપતા માટે કર કપાત માટેની થ્રેશોલ્ડ રકમમાં સુધારો કરવામાં આવશે." રકમ) નાણામંત્રીએ જણાવ્યું હતું કે, વરિષ્ઠ નાગરિકો માટે વ્યાજ પર કર કપાતની મર્યાદા હાલના ૫૦,૦૦૦ રૂપિયાના સ્તરથી બમણી કરીને ૧,૦૦,૦૦૦ રૂપિયા કરવામાં આવી છે.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ 2025-26નું સામાન્ય બજેટ રજૂ કરી રહ્યા છે. મધ્યમ વર્ગને મોટી ભેટ આપતાં તેમણે ૧૨ લાખ રૂપિયા સુધીની આવક પરનો ટેક્સ દૂર કરવાની જાહેરાત કરી છે. દરમિયાન, વૃદ્ધોને રાહત આપતાં, તેમણે 1 લાખ રૂપિયા સુધીની કર કપાતની વાત કરી છે, અગાઉ આ મર્યાદા 50,000 રૂપિયા હતી.
તેમણે જાહેરાત કરતી વખતે કહ્યું કે ટીડીએસ મર્યાદામાં ફેરફાર કરવામાં આવશે જેથી તેમાં એકરૂપતા લાવી શકાય. વરિષ્ઠ નાગરિકો માટે TDS મુક્તિની મર્યાદા 50 હજાર રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવશે. ભાડાની આવક પર TDS મુક્તિની મર્યાદા વધારીને 6 લાખ રૂપિયા કરવામાં આવશે.
જોકે, PAN સંબંધિત ન હોય તેવા કેસોમાં ઉચ્ચ TDS જોગવાઈઓ લાગુ પડશે. ઉપરાંત, અપડેટેડ રિટર્ન ફાઇલ કરવાની મર્યાદા બે વર્ષથી વધારીને ચાર વર્ષ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો
Budget 2025: બજેટમાં 1.5 કરોડ મધ્યમ વર્ગના લોકો માટે આવી ઉડાન સ્કીમ, જાણો વિગતે