Union Budget 2023 Reactions: કેન્દ્ર સરકારના નાણાંમંત્રી નિર્મલા સીતારામને રજૂ કરેલા વર્ષ ર૦ર૩-ર૪ના કેન્દ્રીય બજેટને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ર૦૪૭ના દેશના અમૃતકાળનો રોડમેપ કંડારતું બજેટ ગણાવ્યું છે. મુખ્યમંત્રીએ આ બજેટને ગરીબ, વંચિત, પીડિત, શોષિત સહિત મધ્યમવર્ગીય પરિવારોના હિતોને ધ્યાનમાં રાખી તૈયાર થયેલું સર્વસમાવેશી, સર્વસ્પર્શી અને સર્વગ્રાહી બજેટ તરીકે આવકાર્યુ છે.
મુખ્યમંત્રીએ કેન્દ્રીય બજેટમાં ખેડૂતો ખાસ કરીને નાના સિમાંત ખેડૂતો, કોઓપરેટીવ્ઝ તેમજ મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો માટે કરવામાં આવેલી જાહેરાતો આવકારદાયક ગણાવી છે અને આભાર વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું છે કે, દેશના લાખો લોકોના ઘરના ઘરનું સપનું સાકાર કરવા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ૬૬ ટકાનો વધારો વડાપ્રધાનશ્રીની સૌને આવાસની પ્રતિબદ્ધતાનું પૂરક બનશે.
ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે ગિફ્ટ સિટીમાં IFSCA ખાતે વ્યાપાર વૃદ્ધિ માટેની નવતર પહેલ તેમજ લેબગ્રોન ડાયમન્ડના ઉત્પાદનને વૃદ્ધિ આપવાનો આગવો પ્રયાસ ગુજરાતના વેપાર-ઉદ્યોગ-વાણિજ્ય માટે લાભદાયી નિવડશે. મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, મધ્યમવર્ગીય પરિવારોને ઇન્ક્મટેક્ષમાં રાહત, આપવા સાથે આઝાદીના અમૃત કાળનું આ બજેટ સપ્તર્ષિ-સાત મુદાઓને આધારે વડાપ્રધાનના દ્રષ્ટિવંત નેતૃત્વમાં આત્મનિર્ભર-સશક્ત ભારતની નેમ સાકાર કરશે. મુખ્યમંત્રીએ કેન્દ્રીય બજેટનું જીવંત પ્રસારણ મુખ્ય સચિવશ્રી રાજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સલાહકાર ડૉ. અઢિયા તેમજ સલાહકાર રાઠૌર અને મુખ્યમંત્રી કાર્યાલયના વરિષ્ઠ સચિવો સાથે નિહાળ્યું હતું.
ખેડૂતો માટે કઇ કઇ યોજનાઓ શરૂ કરવામાં આવશે, સહાય અંગે શું થઇ જાહેરાત, જાણો....
Agriculture Budget 2023: આજે મોદી સરકારે પોતાનું પૂર્ણ બજેટ જાહેર કર્યુ છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં સામાન્ય બજેટ 2023 રજૂ કરી દીધુ છે. નિર્મલા સીતારમણે વર્ષ 2023ના બજેટમાં ખેતી અને માછલીપાલન કરનારા ખેડૂતોનું ખુબ ધ્યાન રાખ્યુ છે, સરકારે પશુપાલકો અને માછલી પાલન કરનારાઓ ખેડૂતો માટે કેટલાય ખાસ પગલા ભર્યા છે. સરકારે આ બજેટમાં ખેડૂતોની કમાણીમાં વધારો કરવા માટે યોગ્ય પગલાં ભર્યા છે. કિસાન સમૃદ્ધિ યોજના બાદ આ વર્ષે સરકારે કેટલીય નવી યોજનાઓ ચાલુ કરવાની જાહેરાત કરી છે.
વર્ષ 2023ના કૃષિ બજેટમાં કૃષિ ક્ષેત્ર અને ખેડૂતો માટે ખુબ સારુ રહ્યુ છે. જાણો વિસ્તારથી....
- કૃષિ સ્ટાર્ટ અપ માટે સરકાર 'ડિજીટલ એક્સીલેટર ફન્ડ' બનાવશે. જેને કૃષિ નિધિના નામથી ઓળખવામાં આવશે.
- માછલીપાલન માટે સબ સ્કીમ અંતર્ગત 6,000 કરોડની રકમની વહેંચણી થઇ છે.
- કૃષિ ક્રેડિટને વધારીને 20 લાખ કરોડ સુધી કરી દેવામાં આવશે.
- નિર્મલા સીતારમણે બતાવ્યુ કે, સરકાર મોટા અનાજને પ્રોત્સાહન આપી રહી છે. આ માટે શ્રી અન્ન યોજનાની શરૂઆત કરવા જઇ રહી છે
- બાગાયતી ઉત્પાદન ક્ષેત્ર માટે 2,200 કરોડની રકમની વહેંચણી કરવામાં આવશે.
- ખેતીમાં ડિજીટલ પાયાને પ્રોત્સાહન આપવામાં આવશે. ખેતીમાં આધુનિક ટેકનોકોના ઉપયોગને પ્રાધાન્ય આપવામાં આવશે.