Indian Cricketer Watched Pathaan: શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મ 'પઠાણ'નો ફિવર દેશમાં જ નહીં વિદેશમાં પણ છે. એક્શન-થ્રિલર ફિલ્મને ઘણી પ્રશંસા મળી રહી છે અને ચાહકો મોટા પડદા પર કિંગ ખાનની વાપસીની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે 'પઠાણ' પણ દરરોજ નવા રેકોર્ડ બનાવી રહી છે અને જોરદાર કમાણી પણ કરી રહી છે. આલમ એ છે કે 'પઠાણ'નો જાદુ ચાહકોથી લઈને તમામ સેલેબ્સ અને ક્રિકેટરો પર ચડી રહ્યો છે. અને દરેક જણ આ ફિલ્મને એન્જોય કરી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે. હવે ટીમ ઈન્ડિયાના ક્રિકેટરોએ અમદાવાદમાં ફિલ્મ 'પઠાણ'ની મજા માણી હતી. ભારતીય ક્રિકેટ ખેલાડીઓ સિનેમા હોલમાં 'પઠાણ' જોતા હોવાની તસવીર પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
યજુવેન્દ્ર ચહલ સહિતના આ ક્રિકેટરોએ જોઇ 'પઠાણ'
વાયરલ થઈ રહેલી તસવીરમાં ભારતીય ક્રિકેટર શુભમન ગિલ, ઈશાન કિશન, યજુવેન્દ્ર ચહલ, સૂર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ અમદાવાદના મલ્ટીપ્લેક્સમાં 'પઠાણ'ની મજા લેતા જોવા મળે છે. અને આ પહેલા વીરેન્દ્ર સેહવાગે પણ ફિલ્મ 'પઠાણ' જોઈ હતી. તેણે સોશિયલ મીડિયા પર તસવીર શેર કરીને ફિલ્મને શાનદાર ગણાવી હતી.
300 કરોડની ક્લબમાં સામેલ થનાર સૌથી ઝડપી ફિલ્મ 'પઠાણ'
આ સાથે તમને જણાવી દઈએ કે પઠાણ સૌથી ઝડપી 300 કરોડની ક્લબમાં સામેલ થનારી ફિલ્મ બની ગઈ છે. 'પઠાણ'એ આ મામલે ઘણી ફિલ્મોના રેકોર્ડ તોડ્યા છે. તમને જણાવી દઈએ કે 'પઠાણે' બાહુબલી 2, વોર, દંગલ, સંજુ, પીકે, કેજીએફ ચેપ્ટર 2 અને ટાઈગર ઝિંદા હૈ જેવી ફિલ્મોના રેકોર્ડ પણ તોડી નાખ્યા છે. આ પહેલા ફિલ્મે માત્ર ચાર દિવસમાં 200 કરોડનો આંકડો પાર કરી લીધો હતો. જે બાદ આ ફિલ્મ સૌથી ઝડપી 200 કરોડની ક્લબમાં એન્ટ્રી કરનારી હિન્દી ફિલ્મ બની ગઈ છે. ફિલ્મની રિલીઝ પહેલા જ 'પઠાણ'એ એડવાન્સ બુકિંગમાં પણ રેકોર્ડ તોડી નાખ્યા હતા. 'પઠાણ' માટે એડવાન્સ બુકિંગ 20 જાન્યુઆરીએ ખોલવામાં આવ્યું હતું.
સલમાન ખાને 'પઠાણ'માં કર્યો છે કેમિયો
સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત ફિલ્મ 'પઠાણ' હિન્દી, તમિલ અને તેલુગુ ભાષાઓમાં ગણતંત્ર દિવસ 2023ના એક દિવસ પહેલા રિલીઝ કરવામાં આવી હતી. ફિલ્મમાં શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ, જોન અબ્રાહમ, આશુતોષ રાણા અને ડિમ્પલ કંપાડિયાએ મહત્વની ભૂમિકાઓ ભજવી છે. સલમાન ખાને 'પઠાણ'માં પણ ખાસ કેમિયો કર્યો છે.