Union Budget 2023: હીરાની ચળકાટથી દુનિયા વાકીફ છે. હીરા એટલે કે ડાયમન્ડ હવે લેબમાં બને એના પર કામ શરૂ થઇ ચૂક્યુ છે. કેટલાય દેશ આગળ નીકળી ચૂક્યા છે. ભારત હજુ હીરાની આયાત કરે છે અને દરેક માટે આ કારણે ડાયમન્ડ ખરીદવો મુશ્કેલ બની જાય છે.
સામાન્ય બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, ભારતમાં લેબ ગ્રૉન ડાયમન્ડ (પ્રયોગશાળામાં નિર્મિત હીરાં) માટે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટનું કામ શરૂ થશે. ભારત પોતાના લેબ ગ્રૉન ડાયમન્ડ બનાવશે અને આ કામ IIT કરશે. આનાથી આયાત પર નિર્ભરતા ઓછી થશે અને રોજગારમાં મદદ મળશે.
શું હશે લેબ ગ્રૉન ડાયમન્ડ ?
આ ડાયમન્ડ લેબમાં બને છે. લાંબા સમયથી ખાણ દ્વારા હીરાનો કાઢવામાં આવે છે, પરંતુ હવે આ લેબની અંદર જ બની રહ્યાં છે. રસાયણિક રીતે હીરા શુદ્ધ કાર્બનના બનેલા હોય છે. હીરાને ખીણમાંથી નીકળવામાં ખુબ મહેનત, સમયની બરબાદી અને પાણી લાગે છે, જ્યાં હીરાની ખીણને ખોદવામાં આવે છે, ત્યાં પર હજારો ઝાડોને કાપવામાં આવે છે. ખીણમાં મજૂરોની હાલત ખરાબ થઇ જાય છે અને હીરા મળી જ જાય તેની કોઇ ગેરંટી નથી હોતી. આવામાં પ્રયોગશાળામાં બનેલી હીરા ગેમચેન્જર સાબિત થઇ શકે છે.
ભારત પણ બનશે હબ -
લેબ ગ્રૉન ડાયમન્ડનું માર્કેટ ઝડપથી વધી રહ્યું છે. ભારતમાં પણ આ કામ ચાલી રહ્યું છે. ભારતમાં પહેલા 2004માં લેબ ગ્રૉન ડાયમન્ડ બનાવવામાં આવ્યા હતા, અને આનો શ્રેય ભથવારી ટેકનોલૉજીને જાય છે. આ એક દેસી ટેકનોલૉજી છે, જેના દ્વારા પ્રયોગશાળામાં હીરો બનાવવામાં આવે છે.
ભારત આ ક્ષેત્રમાં પાછળ નથી રહેવા માંગતુ, નાણામંત્રીએ બજેટમા આના રિસર્ચ સેન્ટર ખોલવાની વાત કહી છે. આનાથી માત્ર રોજગાર જ મળશે એવુ નથી ભારત જે હીરાના આયાત કર છે, તેમાં પણ ઘટાડો આવશે.