Budget 2023: નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલા બજેટમાં સુરતના ડાયમંડ ઉદ્યોગ માટે સારા સમાચાર આવ્યા છે. સુરત શહેરમાં લેબગ્રોન ડાયમંડના ક્ષેત્રને વધુમાં વધુ લાભ થાય તેના માટે સરકાર દ્વારા બજેટ ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યા છે. જેને પરિણામે ડાયમંડ ઉદ્યોગમાં એક મોટી રાહતના સમાચાર તેને માનવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય બજેટમાં લેબ ગ્રોન ડાયમંડના રિસર્ચ અને ડેવલપમેન્ટ માટે ફંડ આપવામાં આવ્યું છે. શુ છે આ લેબગ્રોન ડાયમંડ અને કેવી રીતે બને છે આવો જાણીએ ગ્રીનલેબ ડાયમંડના ડિરેક્ટર સંકેત પટેલ પાસે..


નેચરલ ડાયમંડની સામે લેબગ્રોન ડાયમંડનો વિકાસ કરવો ખૂબ જ જરૂરી છે. સુરત શહેરમાં અત્યારે સૌથી મોટા પાયે લેબગ્રોન ડાયમંડનો વ્યાપ વધી રહ્યો છે. જેના માટે રિસર્ચ કરવું ખૂબ જ જરૂરી છે. અને તેના માટે ફંડ કેન્દ્ર સરકારે ફંડ આપવાનું નક્કી કર્યું છે જેનાથી આગામી દિવસોમાં આ ઉદ્યોગ વધુ વેગવંતુ થશે. કેન્દ્ર સરકાર દ્વારા વિશ્વના ફલક ઉપર અત્યારે જે પ્રકારે લેબગ્રોન ડાયમંડને પ્રોત્સાહન માટે ખૂબ મોટું કામ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે. જે આપણે રફ ડાયમંડ ઈમ્પોર્ટ કરતા હતા તે હવે ઓછું થઈ શકશે. લેબગ્રોન ડાયમંડને વધુ ગુણવત્તા સભર કેવી રીતે બની શકાય અને જ્વેલરી ક્ષેત્રની અંદર પણ તેનો વધુમાં વધુ ઉપયોગ કેવી રીતે થઈ શકે.  આ તમામ પાસાઓને લઈને રિસર્ચ કરવામાં આવશે અને તેનાથી આખા ઉદ્યોગનો ખૂબ મોટો લાભ થઈ શકે છે.


આંતરરાષ્ટ્રીય બજારમાં હાલ લેબગ્રોન ડાયમંડની માગ ખૂબ જ વધી રહી છે. આવી સ્થિતિમાં સુરત શહેરની અંદર તેનું ઉત્પાદન પણ વધી રહ્યું છે જેને કારણે રફ ડાયમંડ જે આયાત કરવામાં આવતા હતા તેના ઉપર આપણી નિર્ભરતા ઘટી જશે અને સુરતમાં જ તૈયાર થયેલા રફ ડાયમંડનો ઉપયોગ જ્વેલરીની અંદર પણ કરવામાં આવશે. જેનાથી જ્વેલરી ઇન્ડસ્ટ્રીને પણ ખૂબ જ મોટો લાભ થઈ શકે છે.જોકે આ લેબગ્રોન ડાયમંડનું લેબમાં ઉત્પાદન કરી તેનું એસોરટિંગ માર્કિંગ પ્લાનિંગ કરી ડાયમંડ ડિઝાઇન કરવામાં આવે છે.


આવનાર દિવસોમાં જે પ્રકારે કેન્દ્ર સરકાર દ્વારા લેબગ્રોન ડાયમંડ માટે આઇઆઇટીને જે રિસર્ચ અને ડેવલોપમેન્ટનું કામ સોપ્યું છે તેનાથી ખૂબ જ મોટો લાભ થશે અને હીરાની ગુણવત્તામાં અને તેના વેલ્યુએડીશનમાં પણ ખૂબ મોટો લાભ થઈ શકશે. લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં ચીનને ટક્કર આપવા માટે આ વખતે કેન્દ્રીય બજેટમાં ખાસ જાહેરાત કરવામાં આવી છે. નાણાંપ્રધાન નિર્મલા સીતારામને લેબગ્રોન ડાયમંડને પ્રોત્સાહન આપવા માટે IITને ફંડ આપવાની જાહેરાત કરી છે. નાણાંપ્રધાને કહ્યું કે IIT દેશી લેબોરેટરી બનાવે તો ભારતીય લેબગ્રોન ડાયમંડના ઉદ્યોગને મોટો ફાયદો થશે. નાણા પ્રધાન નિર્મલા સીતારમને લેબગ્રોન ડાયમંડ વિશે આરએનડી કરવા માટે આઈઆઈટીને ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી છે. જોકે લેબગરોન ડાયમંડનું ભવિષ્ય ખુબજ ઉજળું હોવાનું ઉદ્યોગકાર મુકેશ પટેલ જણાવે છે.


મહત્વનું છે કે છેલ્લા 5 વર્ષમાં લેબગ્રોન ડાયમંડનું એક્સપોર્ટ 1500 કરોડથી વધી 8500 કરોડ પર પહોંચ્યું છે. આંકડો ચોંકાવનારો છે. હાલ જે રીતે વૈશ્વિક સ્તરે ગ્રીન ડાયમંડ એટલે લેબગ્રોન ડાયમંડની ડિમાન્ડ વધી છે. તેના કારણે છેલ્લા પાંચ વર્ષમાં એક્સપોર્ટના આંકડા ચોંકાવનારા છે. સુરતમાં 10થી વધારે મોટી હીરા કંપનીઓ અને 350 નાના યુનિટો લેબગ્રોન ડાયમંડને કટ એન્ડ પોલીશ કરવાનું કામ કરે છે. સુરત શહેરમાં 450થી વધારે જ્વેલરી મેન્યુફેક્ચરિંગ યુનિટો કાર્યરત છે. જેમાંથી 50 જેટલા યુનિટો દ્વારા લેબગ્રોન ડાયમંડની જ્વેલરી પણ બનાવવામાં આવી રહી છે. આ હીરા કુદરતી હીરાની સરખામણીમાં 65થી 70 ટકા સસ્તાં હોય છે.


વિશ્વમાં ગ્રીન ડાયમંડની માંગ વધી છે. જેના કારણે હવે લોકો અસલ હીરા કરતા લેબમાં તૈયાર ગ્રીન ડાયમંડની ડિમાન્ડ કરી રહ્યા છે. આ કારણ છે કે, છેલ્લા પાંચ વર્ષમાં લેબગ્રોન ડાયમંડના એક્સપોર્ટમાં 6 ગણો વધારો થયો છે. લેબગ્રોન ડાયમંડ સંપૂર્ણ રીતે લેબોરેટરીમાં તૈયાર થનાર ડાયમંડ છે. તે સંપૂર્ણ રીતે ઇકોફ્રેન્ડલી તૈયાર કરી શકાય છે.બીજીતરફ  કુદરતી હીરાની ખાણમાંથી ડાયમંડ નીકળે છે તેના કરતા પણ સારી ક્વોલિટીના આ ડાયમંડ હોય છે. તેમ હીરા તરાસનાર રત્નકલાકારો કહી રહ્યા છે. ગ્રીન લેબમાં તૈયાર કરવામાં આવતા હીરાની ખાસિયત છે કે એનાથી પૃથ્વીને કોઈ નુકસાન થતું નથી. જ્યારે નેચરલ ડાયમંડ કાઢવા માટે પૃથ્વીને નુકસાન થાય છે. જેના કારણે પ્રાણીઓ પણ અસરગ્રસ્ત થાય છે એટલે કે સંપૂર્ણપણે લેબગ્રોન ડાયમંડને ગ્રીન ડાયમંડ કહી શકાય.