Union Budget 2023 Reactions Live Update: બજેટ અંગે સીએમ ભુપેન્દ્ર પટેલે જાણો શું આપી પ્રતિક્રિયા ?
નાણામંત્રીએ કહ્યું કે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત મહિલા સન્માન બચત પત્રની જાહેરાત કરવામાં આવી રહી છે
gujarati.abplive.com Last Updated: 01 Feb 2023 04:00 PM
બ્રેકગ્રાઉન્ડ
નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ ભાષણમાં કૃષિ ક્ષેત્ર માટે ઘણી મોટી જાહેરાતો કરી છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે કૃષિ સંબંધિત સ્ટાર્ટઅપ્સને પ્રાથમિકતા આપવામાં આવશે. આ માટે, યુવા ઉદ્યોગ સાહસિકો દ્વારા...More
નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ ભાષણમાં કૃષિ ક્ષેત્ર માટે ઘણી મોટી જાહેરાતો કરી છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે કૃષિ સંબંધિત સ્ટાર્ટઅપ્સને પ્રાથમિકતા આપવામાં આવશે. આ માટે, યુવા ઉદ્યોગ સાહસિકો દ્વારા એગ્રી-સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહિત કરવા માટે એક એગ્રીકલ્ચર એક્સિલરેટર ફંડ બનાવવામાં આવશે. અહીં જાણો ખેડૂતો માટે અન્ય કઈ કઈ જાહેરાતો કરવામાં આવી હતી.નાણામંત્રીએ કહ્યું કે ટેક્સ પોર્ટલ પર દરરોજ 72 લાખ અરજીઓ આવે છે અને અમે રિફંડ પ્રક્રિયાને 16 દિવસ સુધી લાવ્યા છીએ. આમાં અમે વધુ સુધારાની દિશામાં આગળ વધી રહ્યા છીએ.નાણામંત્રીએ કહ્યું કે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત મહિલા સન્માન બચત પત્રની જાહેરાત કરવામાં આવી રહી છે અને તેમના માટે નવી બચત યોજના આવશે. તેમાં 2 વર્ષ માટે રોકાણ કરી શકશે અને 2 લાખ રૂપિયા જમા કરી શકશે જેના પર 7.5 ટકા વ્યાજ આપવામાં આવશે. કોઈપણ મહિલા કે યુવતી ખાતું ખોલાવી શકશે અને તેમાંથી પૈસા ઉપાડવાની શરતો હશે. આ બજેટમાં મહિલા કલ્યાણ માટે આ એક મોટું પગલું છે. ઉપરાંત બજેટ 2023માં કરદાતાઓ માટે મોટી રાહતની જાહેરાત કરવામાં આવી છે. હવે 7 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં, જે મર્યાદા અત્યાર સુધી 5 લાખ રૂપિયા હતી. નાણા મંત્રી નિર્મલા સીતારમણે નવી કર વ્યવસ્થા હેઠળ કરદાતાઓને મોટી રાહત આપી છે. નવી આવકવેરા વ્યવસ્થા હેઠળ કર મુક્તિ મર્યાદા 2.50 લાખ રૂપિયાથી વધારીને ત્રણ લાખ રૂપિયા કરવામાં આવી છે. નવી આવકવેરા વ્યવસ્થા હેઠળ 3 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. 3 થી 6 લાખ રૂપિયાની આવક પર 5% ટેક્સ ચૂકવવો પડશે. 6 થી 9 લાખ રૂપિયાની આવક પર 10 ટકા, 9 થી 12 લાખ રૂપિયાની આવક પર 15 ટકા, 12 થી 15 લાખ રૂપિયાની આવક પર 20 ટકા અને 15 લાખ રૂપિયાથી વધુની આવક પર 30 ટકા ટેક્સ લાગશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
બજેટ અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની પ્રતિક્રિયા
કેન્દ્ર સરકારના નાણાંમંત્રી નિર્મલા સીતારામને રજૂ કરેલા વર્ષ ર૦ર૩-ર૪ના કેન્દ્રીય બજેટને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ર૦૪૭ના દેશના અમૃતકાળનો રોડમેપ કંડારતું બજેટ ગણાવ્યું છે. મુખ્યમંત્રીએ આ બજેટને ગરીબ, વંચિત, પીડિત, શોષિત સહિત મધ્યમવર્ગીય પરિવારોના હિતોને ધ્યાનમાં રાખી તૈયાર થયેલું સર્વસમાવેશી, સર્વસ્પર્શી અને સર્વગ્રાહી બજેટ તરીકે આવકાર્યુ છે.